Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

એનીમલ વેલ્ફેર બોર્ડના ડાયરેકટર મિતલ ખેતાણીનો કાલે જન્મદિન

રાજકોટ : સૌરાષ્ટ્રના જાહેર જીવનના અગ્રણી સ્વ. નરોતમભાઈ ખેતાણીના પુત્ર, ગુજરાત સરકારના સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડના ડાયરેકટર અને ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના પ્રેસ એન્ડ પબ્લીક રીલેશન્સ કો-ઓર્ડીનેટર યુવા સમાજસેવી મિતલ ખેતાણીનો કાલે તા.૮ના બુધવારના રોજ ૪૩મો જન્મદિન છે. તેઓનું ગુજરાત સરકાર, ભારત સરકાર દ્વારા રકતદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન, ગૌસેવા/ જીવદયા ક્ષેત્રે સન્માન થઈ ચૂકયુ છે. પૂ.દીપચંદભાઈ ગારડીના હસ્તે પ્રતિષ્ઠિત 'ગારડી એવોર્ડ' મળી ચૂકયો છે.

એનીમલ હેલ્પલાઈન, વેટરનરી હોસ્પિટલ, અબોલ જીવોનું અન્નક્ષેત્રના પ્રમુખ, વૈશ્વિક જીવદયા સંસ્થા સમસ્ત મહાજનના સંગઠનમંત્રી, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના ટ્રસ્ટી, વિશ્વના રઘુવંશીઓની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના જોઈન્ટ સેક્રેટરી, તેમજ વિવેકાનંદ યુથ કલબ, વિવિધ ગૌશાળાઓ, ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન સહિતની અનેક સંસ્થાઓમાં સક્રિય છે. લેખન, કવિતા જેવા વિષયોનો શોખ ધરાવતા મિતલ ખેતાણી સારા વકતા પણ છે.

પાંચ વર્ષ પૂર્વે દુષ્કાળ જેવી પરિસ્થિતિને લઈને ૬૦૦૦ જેટલા અબોલ જીવો, ગૌમાતા માટે કરાયેલા ૬ જેટલા કેમ્પોના સંચાલનમાં નિમિત બનેલા તેઓના જન્મદિને બાળકો - તરૂણો, યુવાનોમાં શાકાહારનો પ્રચાર - પ્રસાર થાય. માંસાહારનો ત્યાગ થાય તેવા ઉમદા હેતુથી ''વેજીટેરીયન સોસાયટી''ને વધુ ધમધમતી કરશે. આઈ ટુ આઈ મીડીયા, એચડીએફસી, એરટેલ સહિતના કોર્પોરેટ સેકટરમાં સીનીયર મેનેજમેન્ટ ક્ષેત્રે ૧૫ વર્ષનો અનુભવ ધરાવતા તેમજ અમેરીકા, યુરોપ સહિતના દેશોમાં કાર્યક્રમોનું સંચાલન કરેલ. વ્યવસાયે શાલીભદ્ર ડ્રીમ્સ રેસીડેન્શીયલ પ્લોટીંગના લેન્ડ ડેવલોપર્સ છે. શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા પણ વૈશ્વિક રઘુવંશી પ્રતિભા અને શ્રેષ્ઠ રઘુવંશી ગૌસેવક તરીકેનો બે વખત એવોર્ડ અપાઈ ચૂકયો છે.

સદ્દગુરૂદેવ શ્રી રણછોડદાસજી મહારાજમાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે. રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સા., પૂ. મહંતસ્વામી મહારાજ, પૂ.પરમાત્માનંદ સરસ્વતીજી, ભારત સરકારના કેન્દ્રીય મંત્રીઓ મેનકા ગાંધી, પુરૂષોતમભાઈ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરમેન એસ.પી. ગુપ્તા, સમસ્ત મહાજનના ગીરીશભાઈ શાહ, વર્ધમાન પરીવારના અતુલભાઈ શાહ સહિતનાએ જન્મદિન નિમિતે શુભેચ્છા આર્શીવાદ આપ્યા છે. જીવનસંગીની ડિમ્પલ, પુત્રો માનસ અને ધર્મ તેમજ પરીવારજનોની ઉપસ્થિતિમાં અને ગં.સ્વ.માતુશ્રી હરદેવીબેન નરોતમભાઈ ખેતાણીના આર્શીવાદ સાથે સેવાકીય કાર્યો કરશે. મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯.

(3:59 pm IST)
  • મધ્યપ્રદેશમાં તમામ મદ્રેસામાં 15મી ઓગસ્ટે ત્રિરંગો લહેરાવવા અને ત્રિરંગા યાત્રા કાઢવા આદેશ : મદ્રેસા બોર્ડના અધ્યક્ષ સૈય્યદ ઇમાદુદીનના આદેશથી વિવાદ છેડાયો : પોતાના આદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા અને તે તમામની તસ્વીર ઇમેલમાં મોકલાવવા પણ કહ્યું : કોંગ્રેસે કર્યો વિરોધ access_time 1:18 am IST

  • રોહીંગ્યા શરણાર્થીની વાપસીનો માર્ગ ખુલવા સંભવ :બાંગ્લાદેશ,અને મ્યાંમારએ વિદેશ મંત્રાલય વચ્ચે વાતચીત કરવા હોટલાઇન સેવા શરુ :મ્યાંમારના ઓફિસ ઓફ સ્ટેટ કાઉન્સીલરના મંત્રી કયાવ ટિન્ટ સર્વે અને બાંગ્લાદેશના વિદેશમંત્રી અબુલ હસન મહમૂદ અલી વચ્ચે મ્યાંમારની રાજધાની નેપડામાં બેઠક યોજાઈ હતી access_time 12:17 am IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST