Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

વિદ્વતાનું વટવૃક્ષ ડો. ચંદ્રકાન્ત મહેતાઃ ૮૦માં વર્ષમાં પ્રવેશ

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ, જાણીતા કટાર લેખક તથા ગુજરાતી-હિન્દીના સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડો. ચંદ્રકાન્ત મહેતા યશસ્વી જીવનના ૭૯ વર્ષ પૂર્ણ કરી આજે ૬ઠ્ઠી ઓગષ્ટે ૮૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ડો. મહેતા આ ઉમ્મરે પણ રોજના ૧૦ કલાક કાર્યરત રહે છે.

તાજેતરમાં જ તેમને 'યંગ લીડર' અખબારે 'ગુજરાત ગૌરવ એવોર્ડ-૨૦૧૮' દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીજીના હસ્તે સન્માન પ્રતીક દ્વારા સન્માનિત કર્યા છે. તેમની કલમ દ્વારા ૧૫૫થી પણ વધુ પુસ્તકો ગુજરાતી-હિન્દીમાં પ્રકાશિત થયા છે. 'અકિલા' પરિવાર સાથે તેમનો આત્મીય નાતો છે.

ફોન નં. ૦૭૯-૨૬૯૨૯૨૯૧, મો. ૯૮૨૪૦ ૧૫૩૮૬ - રાજકોટ

 

(12:01 pm IST)