Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

આજે માફી દિવસ... દાદા જે. પી. વાસવાણીનો ૧૦૦ મો જન્મ દિવસ

આજે ર ઓગષ્ટના દાદા જે. પી. વાસવાણીનો ૧૦૦ મો જન્મ દિવસ આનંદમય પળો સાથે ઉજવાશે. બપોરે ર વાગ્યે સંસારની સમગ્ર માનવજાતિ એક થઇ એવો ક્ષમાભાવ ઉત્પન્ન કરશે, જેનાથી દરેક વ્યકિતનું મન પવિત્ર અને નિર્મળ બની પરમસુખ, આનંદ અને શાંતિનો અનુભવ કરાવશે. આ પળમાં તમે એ બધા લોકોને હ્ય્દયપૂર્વક માફ કરશો જેમણે તમારી સાથે કઇંક ખોટુ કર્યુ છે. આનાથી આપણી પુરી દુનિયા સકારાત્મક શકિતશાળી તરંગોથી છવાય જશે.

પોતાના જન્મ દિવસને 'માફી દિવસ' તરીકે મનાવવા પૂ. દાદા જે. પી. વાસવાણી સંદેશો આપતા ગયા. ત્યારથી આ દિવસ માફી દિવસ કે આનંદની પળોથી મનાવવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે સોવિયેટ યુનિયનના સરમુખત્યાર જોસેફ સ્ટેલીન ખુબ આકરા સ્વભાવના હતા. છતાય ભારતા ડો. રાધાક્રિનને સ્ટેલીનના ક્રુર અને ઘાતકી વર્તન સામે પ્રેમ સભર વર્તન કરતા ભારત અને સોવિયેટ યુનિયન વચ્ચેના સબંધો સુધરી ગયા હતા. દાદા જે. પી. વાસવાણી કહે છે કે માફી એ શાંતિની સુવર્ણ ચાવી છે. માફી આપવાથી આપનાર અને મેળવનાર બન્નેના હ્ય્દયમાં હળવાશ પ્રસરે છે.

- બી. બી. ગોગીયા, સાધુ વાસવાણી સેન્ટર રાજકોટ

(4:03 pm IST)