News of Wednesday, 1st August 2018

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શિવલાલભાઇ બારસીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ માત્ર બિઝનેસ જ નહી પણ સમાજ સેવામાં પણ અગ્રેસર એવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી શિવલાલભાઇ બારસીયાનો આજે જન્મ દિવસ છે. તેઓ અલગ અલગ ૧૨ સંસ્થાઓમાં જોડાયેલા છે અને તેના માધ્યમથી લોકા ઉપયોગી કાર્યો કરી રહ્યા છે. મહેનત અને પરીશ્રમ થકી રાજકોટ શહેરમાં પોતાનો વ્યવસાય શરૂ કરનાર શિવલાલભાઇ બારસીયાએ વેપાર ઉદ્યોગના અનેક પ્રશ્નો હલ કરવામાં સક્રીય ભુમીકા રજુ કરી છે. ખાસ કરીને જીએસટીના અમલ બાદ વેપાર ઉદ્યોગોના પ્રશ્નો હલ કરવામાં કેન્દ્ર સરકાર સમક્ષ અરસકારક રજૂઆત કરી સફળતા મેળવી છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શિવલાલભાઇ બારસીયા રાજકોટ ઇલેકટ્રીક લાઇસન્સ કોન્ટ્રાકટર એસોસીએશનના છેલ્લા ૧૪ વર્ષથી પ્રમુખ, રાજનગર કો ઓપરેટીવ સોસાયટીમા ઉપપ્રમુખ, એમ.જી. એન્ડ એસ.જી. બારદાનવાલા કન્યા વિદ્યાલયના વાલી મંડળના પૂર્વ પ્રમુખ, ગુજરાત રાજય સલાહકાર બોર્ડ ગુજરાત ઇલેકટ્રીસીટી રેગ્યુલેટરી કમીશન ગાંધીનગર, ઇલેકટ્રીકસીટી સપ્લય કોડ રીવ્યુ પેનલ ગાંધીનગર, ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઇન્ડસ્ટ્રી અમદાવાદ, ગુજરાત વીજળી કોન્ટ્રાકટર મંડળ અમદાવાદ, શ્રીજનકલ્યાણ ટ્રસ્ટ રાજકોટ, ગુંદાસરા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના કારોબારી સભ્ય છે. આ ઉપરાંત લેઉવા પટેલ સમાજના ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કાર્યકરત છે. તેમના જન્મદિવસે તેમના મો. ૯૮૨૫૦૭૯૦૨૨ ઉપર શુભેચ્છા વર્ષ થઇ રહી છે. (૨૩.૧૬)

(4:14 pm IST)
  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST

  • લલીત વસોયા અને હાર્દિક પટેલ સહિત તમામ ધારાસભ્યો-અટકાયતીઓને મુકત કરી દેવાયાઃ લલીતભાઇ પાસેથી લેખિતમાં બાંહેધરી લેવાયાના હેવાલો access_time 3:35 pm IST