Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

કોંગ્રેસ વિધાનસભા-૭૦ ઈન્ચાર્જ અને એડવોકેટ ઈન્દુભા રાઓલનો જન્મદિન

રાજકોટઃ શહેર કોંગ્રેસના વિધાનસભા-૭૦ના ઈન્ચાર્જ અને એડવોકેટ ઈન્દુભા રાઓલનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૪૩ વર્ષ પૂર્ણ કરી ૪૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ રાજકોટ શહેરમાં એન.એસ.યુ.આઈના ઉ.પ્રમુખ, યુવા કોંગ્રેસના ઉ.પ્રમુખ તેમજ રાજકોટ શહેર કોંગ્રેસના ઉ.પ્રમુખ તેમજ વિધાનસભા-૭૦ના પ્રમુખ પદની જવાબદારી સંભાળેલ છે. તેમજ વિધાનસભા-૭૦ના ધારાસભાની ચૂંટણીમાં ઈન્ચાર્જ તેમજ રાજકોટ બાર એશોસીએશનમાં ક્રિમીનલ બારના પ્રમુખ તરીકે તેમજ યંગલોયર્સના પ્રમુખ સામાજીક તેમજ સંસ્થાઓ, તેમજ જુદા- જુદા ટ્રસ્ટમાં  સેવાકીય કામગીરી બજાવેલ છે.

ભૂતકાળમાં ડોગશો, અશ્વશો, કબુતર ઉડાન સ્પર્ધા વગેરે જેવા કાર્યો કરેલા. અશ્વપાલક કમીટી ગુજરાત કમીટીમાં સેવા બજાવી હતી. ઈન્દુભાને મો.૯૮૨૫૦ ૮૬૨૭૭ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(3:45 pm IST)
  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST

  • રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં જેડીયુને સમર્થન આપ્યું ભાજપને નહીં ;બીજેડીએ કહ્યું કે વૈચારિક સમાનતાને કારણે જેડીયુને સમર્થન આપ્યું અને ભાજપ અને કોંગ્રેસથી અંતર રાખ્યું છે : ઓરિસ્સામાં સત્તારૂઢ બીજેડીયુના અધ્યક્ષ નવીન પટનાયકએ જેડીયુના અધ્યક્ષ નીતીશકુમાર સાથે વાતચીત કર્યા બાદ જેડીયુના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહને સમર્થન આપ્યું હતું access_time 12:27 am IST

  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST