Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

મનરેગાના ડીરેકટર ગીરીશભાઇ પરમારનો જન્મ દિવસ : ૫૦ માં પ્રવેશ

રાજકોટ તા. ૧ : મનરેગા ડીરેકટર અને ભારતીય બૌધ્ધ સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગીરીશભાઇ પરમારનો આજે જન્મ દિવસ છે. ૫૦ માં વર્ષમાં પ્રવેશી રહેલ ગીરીશભાઇ મુળ રાજકોટ તાલુકાના ઉમરાળી ગામના છે. ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળના કાર્યકારી પ્રમુખ હોવા સાથે જિલ્લા ભાજપના સક્રીય કાર્યકર છે. જિલ્લા ભાજપના મંત્રી પદે રહી ચુકયા છે. જીઇબી કર્મચારી ધિરાણ ગ્રાહક સહકારી મંડળીમાં પણ ડીરેકટર તરીકે સેવા આપી ચુકયા છે. ૨૦૧૨માં ગુજરાત પરીવર્તન પાર્ટીમાં ઉમેદવારી કરી ચુકયા છે. જેટકોના પૂર્વ કર્મચારી છે. અનુ.જાતિ સમાજનો વિકાસ થાય અને કુરીવાજોને તિલાંજલી મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. આજે જન્મ દિને તેઓને (મો.૯૯૨૫૬ ૧૯૨૧૮) ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(3:43 pm IST)
  • રોહીંગ્યા શરણાર્થીની વાપસીનો માર્ગ ખુલવા સંભવ :બાંગ્લાદેશ,અને મ્યાંમારએ વિદેશ મંત્રાલય વચ્ચે વાતચીત કરવા હોટલાઇન સેવા શરુ :મ્યાંમારના ઓફિસ ઓફ સ્ટેટ કાઉન્સીલરના મંત્રી કયાવ ટિન્ટ સર્વે અને બાંગ્લાદેશના વિદેશમંત્રી અબુલ હસન મહમૂદ અલી વચ્ચે મ્યાંમારની રાજધાની નેપડામાં બેઠક યોજાઈ હતી access_time 12:17 am IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST