News of Wednesday, 1st August 2018

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરાનો જન્મદિન

રાજકોટ : જીલ્લા મોંગ્રેસ પ્રમુખ શ્રી હિતેશભાઇ વોરાનો આજે જન્મદિવસ છે. તેઓ આજે યશસ્વી જીવનના ૪૧ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ ૧૯૯૫થી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સક્રિય કાર્યકર, કોટડાસાંગાણી તાલુકા  પંચાયતના કારોબારી ચેરમેન  , કમોટડાસાંગાણી માર્કેટીંગ યાર્ડના ડીરેકટર તરીકે સેવા બજાવી રહ્યા છે. સામાજીક ક્ષે્રે  પણ તેઓ  લેઉવા પટેલ સમાજ દ્વારકા લેઉવા પટેલ સમાજના  નાથદ્વાર, લેઉવા પટેલ સમાજ હરિદ્વાર, લેઉવા પટેલ સમાજ સોમનાથ ટ્રસ્ટી તરીકે સેવા બજાવે છે.

પ્રજાના કામ કરવાની ભાવના સદાય, ગરીબોના બેલી લોકચાહના ધરાવે છે. રાજકીય ક્ષેત્રે, આરોગ્ય લક્ષી સામાજીક  ઁ, સાંસ્કૃતિક સહિતની સેવાકિય પ્રવૃતિમાં સતત કાર્યરત છે. તેઓએ જુદી જુદી જવાબદારી સફળતાપુર્વક નિભાવેલ છે. રાજકીય ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા શ્રી હીતેશભાઇ વોરા (મો. ૯૯૨૪૮ ૨૭૨૭૬) જન્મદિવસ પ્રસંગે શુભેચ્છાનો વરસાદ થઇ રહ્યો છે.

(12:28 pm IST)
  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST

  • અમદાવાદમાં NCBએ CTM વિસ્તારમાંથી 1.5 કરોડનું કોકેઇન ડ્રગ્સ ઝડપ્યું :273 ગ્રામ કોકેઈન સાથે નાઇઝીરિયન શખ્સની ધરપકડ:ડ્રગ્સ મુંબઈથી અમદાવાદ વેચવા લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું access_time 7:32 pm IST