Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

એડવોકેટ ભુપેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મ દિવસઃ શુભેચ્છાની વર્ષા

રાજકોટ : રાજકોટમાં પ્રેકટીશ કરતાં યુવા એડવોકેટ ભુપેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મ દિવસ છે. મુળ ચાંદલીના વતની એવા એડવોકેટ ભુપેન્દ્રસિંહ જાડેજા છેલ્લા પંદરેક વર્ષોથી રાજકોટમાં સ્થાયી થયા છે. અને વકીલાત ક્ષેત્રે પોતાની સફળ કારકીર્દી ઉભી કરી છે.

પોતાના મિલનસાર, હસમુખા સ્વભાવના કારણે વકીલોમાં ખૂબ જ લોકપ્રિય છે. આજે તેમના જન્મ દિવસ નિમિતે સગા-સ્નેહીઓ, મિત્રો, સ્નેહીજનો અને વકીલ વર્તુળો દ્વારા તેઓને મો. ૯પ૧૦પ ૯૦૯૯૦ ઉપર જન્મ દિવસની શુભ કામના પાઠવી રહ્યા છે.

(3:16 pm IST)
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બે દિવસથી ભેદી ધડાકા : રાત્રીના સમયે ભેદી ધડાકાઓથી લોકોમાં ફફડાટ. :ધડાકાઓનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી :ધડાકા સાથે જમીન ધ્રુજી ઉઠે છે છતાં તંત્ર અજાણ : પ્રાંત અધિકારીએ ધડાકા અંગે તપાસના આદેશ આપ્યા access_time 12:08 am IST

  • અહો આશ્ચર્યમ !! ઇઝરાઇલના યેવ્નીમાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું મરઘીનું અખંડ ઇંડું મળી આવ્યું છે. એક પુરાતત્ત્વવિદે જણાવ્યું હતું કે, "આ ઇંડાની અનન્ય જાળવણી દેખીતી રીતે નરમ માનવ મળ ધરાવતા સેસપિટમાં, તે સદીઓથી મૂકેલી સારી પરિસ્થિતિઓને કારણે હતી અને આ ઈંડાને આટલા વર્ષો જાળવી રાખવામાં મદદરૂપ બની હતી." અન્ય એક પુરાતત્ત્વવિદે કહ્યું કે, "ઇંડામાં એક નાની તિરાડ હતી, જેના લીધે મોટાભાગનું પ્રવાહી તેમાંથી બહાર નીકળી ગયું હતું." access_time 5:50 pm IST

  • સુપ્રીમ કોર્ટે AIIMS દ્વારા લેવાતી INI CET પરીક્ષા 2021 ને, કોરોના પરિસ્થિતિના કારણે, એક મહિના માટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ પરીક્ષા, જે 16 જૂને યોજાવાની હતી, હવે એક મહિનાની સમાપ્તિ પછી કોઈપણ સમયે યોજી શકશે. access_time 1:32 pm IST