Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

જૂનાગઢઃ પીએસઆઈ બી.વી. બોરીસાગરનો જન્મ દિવસ

જૂનાગઢઃ રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પો. સ્ટે.ના પીએસઆઈ બી.વી. બોરીસાગરનો આજે ૪૦મો જન્મદિવસ છે.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા હંમેશ તત્પર રહેતા અત્યંત સરળ સ્વભાવના અને પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્ર ચરિતાર્થ કરનાર શ્રી બોરીસાગરને આજે જન્મ દિન નિમિતે તેમના મો. ૮૧૨૮૨ ૪૮૩૭૩ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:02 pm IST)
  • સુપ્રીમ કોર્ટે AIIMS દ્વારા લેવાતી INI CET પરીક્ષા 2021 ને, કોરોના પરિસ્થિતિના કારણે, એક મહિના માટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ પરીક્ષા, જે 16 જૂને યોજાવાની હતી, હવે એક મહિનાની સમાપ્તિ પછી કોઈપણ સમયે યોજી શકશે. access_time 1:32 pm IST

  • રાજસ્થાનના કલાકારો માટે ગેહલોત સરકારનો મોટો નિર્ણય : આર્થિક રીતે નબળા કલાકારોની મદદ મળશે : 5 હજાર રૂપિયાની વન-ટાઇમ સહાય આપવામાં આવશે : કલાકાર કલ્યાણ ભંડોળ તરફથી સહાય આપવામાં આવશે : 2 હજાર જરૂરિયાતમંદ કલાકારોને સહાય મળશે access_time 9:44 pm IST

  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST