Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

સ્પેશિયલ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર વી. એસ. વણઝારાનો આજે જન્મદિન

રાજકોટ  તા. ૯: શહેર પોલીસ કમિશનર કચેરીની સ્પેશિયલ બ્રાંચમાં ફરજ બજાવતાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી. એસ. વણઝારાનો આજે જન્મ દિવસ. છે. તેમણે અગાઉ રાજકોટ રૂરલ, દાહોદ, કચ્છ, અમરેલી સહિતના જિલ્લામાં પ્રસંશનીય ફરજ બજાવી છે.રાજકોટમાં નિમણુંક થયા બાદ સૌ પ્રથમ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ત્રણ વર્ષ ફરજ બજાવી હતી. આ પોલીસ સ્ટેશનને ઇકોફ્રેન્ડલી બનાવવા પોલીસ મથકમાં પક્ષીઓ માટે ચબુતરો બનાવડાવ્યો હતો તેમજ આજુબાજુમાંં વૃક્ષારોપણ કરાવી વૃક્ષોનો ઉછેર જાતે દેખરેખ રાખીને કરાવ્યો હતો. તેઓને કામગીરી બદલ ડીજીપી ડેસ્ક એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો  હતો.પોલીસ ફરજની સાથે સાથે તેઓ સામાજિક ફરજ પણ અદા કરી રહ્યા છે. તેઓ એક ટ્રસ્ટ સાથે જોડાયેલ છે અને તેના દ્વારા કબીર આશ્રમ (બોરીજ) ગાંધીનગર ખાતે ધાર્મિક અને શૈક્ષણિક કાર્ય પણ કરી રહ્યા છે. આ ઉપરાંત સદ્દગુરૂ કબીર આશ્રમ (પાલજ) ગાંધીનગર ખાતે વિધાર્થીઓ માટે હોસ્ટેલ અને લાયબ્રેરી બનાવવાનું કાર્ય કરી રહ્યા છે. તેમને પોલીસ મિત્રો અને પરિવારજનો દ્વારા (૯૯૭૮૯ ૯૯૯૪૭) સતત શુભેચ્છા મળી રહી છે.

(3:17 pm IST)