Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

વોર્ડ નં.૮ યુવા ભાજપ મંત્રી

પાર્થ જાવિયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ શહેરના વોર્ડનં.૮ના યુવા ભાજપના મંત્રી પાર્થ જાવિયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૨૩ વર્ષ પૂર્ણ કરી ૨૪માં વર્ષમાં પ્રવેશી રહયા છે. તેઓ શ્રી રાધે રાધે ચેરીટેબલ  ટ્રસ્ટના ઉપપ્રમુખ યુવા ભાજપના કેન્દ્ર અને રાજય સરકાર યોજના સેતુ કન્વીનર, રાષ્ટ્રીય સંત સુરક્ષા પરીષદ રાજકોટ શહેર જીલ્લામાં પ્રચાર-પ્રસાર મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી રહયા છે. મો.૯૭૩૭૦  ૦૪૪૪૦

(2:58 pm IST)
  • મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું છે અને માયનાગરી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. શુક્રવારે પણ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે દિવસભર ભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે મુંબઈના પરા મલાડ (પશ્ચિમ) માં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 12 લોકોનાં મોત અને સાત ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. બીજી ઘટનામાં, ગુરૂવારે સાંજે દહિસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. access_time 9:31 am IST

  • RBI મોટો નિર્ણય : એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો : એકવાર મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થઈ ગયા પછી, ગ્રાહકોને બીજા દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન દીઠ 21 રૂપિયા ચાર્જ લેવામાં આવશે, આ સાથે 01 જાન્યુઆરી 2022 થી આ ચાર્જ પર ટેક્સ પણ વસુલાશે તેમ જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 8:12 pm IST

  • કોવિડ મહામારી અને લોકડાઉનથી અર્થતંત્રને ફટકો પડતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યની મહેસૂલ વધારવા માટે રાજ્ય સરકાર હસ્તકની રૂ .20,000 કરોડની જમીનો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ બે રાજ્ય સરકારો પણ નજીકના ભવિષ્યમાં પોતાની લેન્ડ બેંક વેચવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:16 am IST