Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

સ્વાતંત્ર્ય સેનાની અને સાયકલ પ્રવાસી મનસુખભાઇ પંચાલનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૫ : સ્વાતંત્ર્ય સેનાની અને સાયકલ પ્રવાસી મનસુખભાઇ પોપટભાઇ પંચાલનો કાલે જન્મ દિવસ છે. મુળ સરધારમાં જન્મેલા મનસુખભાઇને સાયકલ પ્રત્યે અનેરો લગાવ છે. ૧૫ વર્ષની ઉંમરે અખિલ ભારતીય સાયકલ પ્રવાસ કરી ચુકયા છે. છ દાયકાથી આ સાયકલ પ્રવાસની પ્રવૃત્તિ ચાલુ રાખી છે.  સ્વાતંત્રય ચળવળ વખતે એટલે કે ૧૪-૧૫ વર્ષની ઉંમરે સરધારના સ્વાતંત્રય સૈનિકો સાથે ભુગર્ભ ચળવળ આદરેલ. જો કે સ્વાતંત્ર્ય સેનાની હોવા છતા પાછલી જીંદગીમાં પેન્શન મેળવવા તેઓ ટળવળી રહ્યા છે. છતા તંત્ર ધ્યાન આપતુ નથી. ઉલ્લેખનીય છે કે તેઓ મીડિયા જગત સાથે પણ સંકળાયેલા છે. રાજકોટમાં જય સૌરાષ્ટ્ર પ્રિન્ટીંગ પ્રેસમાં 'પંચાલ વિજય' નામે માસિક પત્ર શ્રી બાબુભાઇ ગુણવંતભાઇ ગણાત્રાના પ્રિ.પ્રેસમાં છપાવતા હતા. બીજુ અઠવાડીક 'ગેબી અવાજ' ના તેઓ તંત્રી હતા અને તેમાં પણ શ્રી બાબુભાઇ ગણાત્રાનો તેમને સહયોગ રહ્યો હતો. ૧૯૫૮ થી સાલમાં વરસાદ નહીં થતા ઉપવાસ ઉપર બેસેલા અને ભગવાને વરસાદ વરસાવતા શ્રી બાબુભાઇ ગણાત્રા તથા શ્રી સવિતાબેને પારણા કરાવ્યા હતા. આમ  મીડિયાથી લઇને સ્વાંત્ર્ય ચળવળ અને સાયકલ પ્રવાસની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા બહુમુખી પ્રતિભા એવા મનસુખભાઇ પંચાલનો કાલે જન્મ દિવસે  છે.

(11:44 am IST)