Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ વાંકાનેરના અધ્યક્ષ અશોક સતાસિયાનો જન્મદિન

રાજકોટ : રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ વાંકાનેરના અધ્યક્ષ અને પ્રા.શાળાના શિક્ષક અશોકભાઇ સતાસિયાનો આજે તા. ૪ જુનના જન્મ દિવસ છે તેઓ હાલ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે ફરજ બજાવે છે. તેઓ શિક્ષકોના વિવિધ પ્રશ્નો ઉકેલવા અગ્રેસર હોય છે.

અશોકભાઇ શિક્ષક, વિદ્યાર્થીઓ તથા વાલીગણમાં ખૂબ લોકચાહના ધરાવે છે. આજે તેમના જન્મદિવસે શિક્ષકો, આગેવાનો, વિદ્યાર્થીઓ, શુભેચ્છકો, મિત્રો તથા પરિવારજનો દ્વારા (મો. ૮૩૪૭પ ૭૯૩પ૭) શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.

(3:19 pm IST)
  • હવે રાજ્યપાલોની ફેરબદલી અને નિમણૂકોનો દોર આવી રહ્યો છે અડધો ડઝન રાજ્યપાલોની નિમણૂકો માટેનો તખ્તો તૈયાર થઈ ગયાનું જાણવા મળે છે. હાલના એકથી બે ગવર્નરોને અન્ય રાજ્યોમાં ફેરવવામાં આવે તેવી પણ શક્યતા આવો ચર્ચાઈ રહી છે.. access_time 8:58 pm IST

  • અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) એ ભારતની કોવેકસીન રસી લોન્ચ કરવામાં વિલંબ કરતાં કોવેકસીન રસીના અમેરિકામાં ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન ની ભારત બાયોટેકની દરખાસ્તને નકારી કાઢી છે. ભારત બાયોટેકના યુએસ પાર્ટનર ઓક્યુજને ગુરુવારે કહ્યું હતું કે કંપની હવે કોવેક્સિનની સંપૂર્ણ મંજૂરી માંગશે. USFDA દ્વારા કંપનીને વધારાની ટ્રાયલ શરૂ કરવા કહેતા, આના પરિણામેં હવે કંપની બાયોલોજીક્સ લાઇસન્સ એપ્લિકેશન (BLA) માટે ફાઇલ કરી શકશે, જેને અમેરિકામાં સંપૂર્ણ મંજૂરી ગણાય છે. access_time 11:58 am IST

  • આખરે ટીએમસી માંથી ભાજપમાં શામેલ થયેલ બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયની ઘર વાપસી થઈ : ફરી ટીએમસીમાં જોડાયા : ભાજપ માટે શરમજનક ઘટના : હજુ ઘણાં ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ પણ તેમની મૂળ પાર્ટી ટીએમસીમાં પાછા જાય તેવી સંભાવના : CM મમતા બેનર્જી બપોરે 3.30 વાગ્યે ટીએમસી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે તેમ જાણવા મળે છે. (ન્યુઝફર્સ્ટ) access_time 2:42 pm IST