Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

રેલવે સમિતિના સભ્યની મોટા પાટા પર ગતિ

હિરેન જોષીના જન્મદિનની ગાડી આવી, 'ભરચક્ક' શુભેચ્છા લાવી

રાજકોટ તા. ૪: જિલ્લા ભાજપના અગ્રણી અને રેલવેની રાજકોટ ડીવીઝન સમિતિના સભ્ય શ્રી હિરેન જોષીનો આજે ૪ જૂને જન્મદિન છે આજે જન્મદિવસે તેમણે ર૦૦થી વધુ લોકોને પ્રધાનમંત્રી વીમા યોજનાના લાભાર્થી બનાવવાનું પ્રેરક કાર્ય કર્યું છે.

હિરેન જોષી બાળપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે. ભાજપમાં જિલ્લા પ્રવકતા, અનૂસૂચિત જાતિ મોરચાના પ્રવકતા, આઇ.ટી. સેલના ઇન્ચાર્જ વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. ગણેશ લક્ષ્મી સહકારી મંડળીમાં તેમનું મહત્વનું યોગદાન છે. 'પદ' કરતા 'કદ' મહત્વનું હોવાનું તેમણે જાહેર જીવનમાં સાબિત કર્યું છે. રીયલ હયુમન ટ્રસ્ટ, રૂદ્ર સેતુ ફાઉન્ડેશન વગેરે સંસ્થાઓના તેઓ પાયાના પથ્થર છે. મો. ૮પ૧૧૩૩૧૧૧૧, ૯૮૭૯૩ ૩૦૪૧૭, રાજકોટ.

(10:25 am IST)