Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

સોમનાથ મંદિર સુરક્ષાના નાયબ પોલિસ અધિક્ષક એમ.ડી. ઉપાધ્યાયનો જન્મ દિવસ

પ્રભાસ પાટણ :.. ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા સોમનાથ મહાદેવ મંદિર સુરક્ષા ચક્ર પોલિસ બેડાના નાયબ પોલિસ અધિક્ષક મુકેશભાઇ ઉપાધ્યાયનો આજે જન્મ દિવસ છે.

સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે સંસ્કારી પૂજા પાઠ અને બ્રહ્મતેજસમા પરિવારમાં તા. ૪-૬-૧૯૬૮ જન્મેલા તેઓએ રાષ્ટ્ર સેવાના એક લક્ષ્ય સાથે ૧૯૯૪ માં ગુજરાત પોલિસ દળમાં પીએસઆઇ તરીકે જોડાયા ર૦૧૦ માં પી. આઇ. પ્રમોશન અને ૧૯૯૪-ર૦૦૧ હથિયારધારી પીએસઆઇ ગોંડલ, સલામતી શાખા ગાંધીનગર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સતત પાંચ વરસ સુધી ફરજ બજાવ્યાનો રેકર્ડ છે.

કોરોના લોક ડાઉન પ્રથમ લહેરમાં ઉના-કોડીનાર વિસ્તારમાં ખાસ સુપરવીઝન, તાજેતરમાં નવાબંદર અશાંતિ વખતે બંદોબસ્ત નિયુકતી, તૌકત વાવાઝોડા વખતે દરિયામાં માનવો સાથે ફસાયેલી ત્રણ બોટો રેસ્કયુ ઓપરેશનમાં પોલીસ-વહીવટી તંત્રના સંકલનમાં અને સ્ટાફ તથા દર્શનાર્થી સેનેટરાઇઝડ પછી જ મંદિર પ્રવેશનો મહામારીમાં આરોગ્યલક્ષી ચીવટ સારા સ્વભાવ સાથે મજબુતાઇથી સુરક્ષા કામ લેવાની ક્ષમતા છે તેઓને જન્મદિને શુભેચ્છા મો. ૮૯૮૦૦ ૪પ૯ર૧ ઉપર મળી રહી છે.

(10:24 am IST)
  • મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું છે અને માયનાગરી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. શુક્રવારે પણ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે દિવસભર ભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે મુંબઈના પરા મલાડ (પશ્ચિમ) માં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 12 લોકોનાં મોત અને સાત ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. બીજી ઘટનામાં, ગુરૂવારે સાંજે દહિસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. access_time 9:31 am IST

  • પેટીએમ, ઇન્ફોસિસ અને મેકમાયટ્રિપ કમ્પનીઓએ ઓનલાઇન કોરોના રસીના બુકિંગ પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી માંગી છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:32 am IST

  • ખૂબ જલ્દી કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની તૈયારી : પીએમ મોદીની ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને જેપી નડ્ડા સાથેની બેઠક મોડી રાત્રે પુરી થઈ : પીએમ મોદી કાલે ધર્મેંદ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર, ગજેન્દ્ર સિંહ શેખાવત, મહેન્દ્ર નાથ પાંડેય, હરદીપ પુરીની સાથે તેમની સાથે સંબંધિત મંત્રાલયોના કામોની સમીક્ષા કરશે : કેબિનેટમાં બહુ મોટા પરિવર્તનો તુરંત માં થશે તેમ PMO ના સુત્રો થકી જાણવા મળે છે (ન્યૂઝફર્સ્ટ) access_time 11:41 pm IST