Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ધોરાજીના ભાજપ અગ્રણી હમીદભાઇ ગોડીલનો જન્મ દિવસ

ધોરાજી : પ્રદેશ ભાજપ લઘુમતીના કોષાધ્યક્ષ હમીદભાઇ ગોડીલનો આજે જન્મ દિવસ છે.

તેમણે વૃક્ષારોપણ અને સરકારી હોસ્પીટલમાં દાખલ દર્દીઓને ફુટ વિતરણ કરી પોતાનો જન્મ દિવસની ઉજવણી કરી રહેલ છે. સેવાભાવી હમીદભાઇ ગોડીલ ધોરાજીની અંજુમને ઇસ્લામ મોટી મેમણ જમાત અને દારૂલ ઉલુમ મિરકીનીયાના સેક્રેટરી તેમજ જીલાની એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટમાં  પ્રમુખ તરીકે પોતાની સેવાઓ આપે છે. જન્મદિનની શુભેચ્છા તેમના મો. ૯રર૭૭ ૮૬૧૭પ ઉપર વરસી રહી છે.

(11:34 am IST)
  • કોવિડ મહામારી અને લોકડાઉનથી અર્થતંત્રને ફટકો પડતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યની મહેસૂલ વધારવા માટે રાજ્ય સરકાર હસ્તકની રૂ .20,000 કરોડની જમીનો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ બે રાજ્ય સરકારો પણ નજીકના ભવિષ્યમાં પોતાની લેન્ડ બેંક વેચવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:16 am IST

  • રાજસ્થાનના કલાકારો માટે ગેહલોત સરકારનો મોટો નિર્ણય : આર્થિક રીતે નબળા કલાકારોની મદદ મળશે : 5 હજાર રૂપિયાની વન-ટાઇમ સહાય આપવામાં આવશે : કલાકાર કલ્યાણ ભંડોળ તરફથી સહાય આપવામાં આવશે : 2 હજાર જરૂરિયાતમંદ કલાકારોને સહાય મળશે access_time 9:44 pm IST

  • સુપ્રીમ કોર્ટે AIIMS દ્વારા લેવાતી INI CET પરીક્ષા 2021 ને, કોરોના પરિસ્થિતિના કારણે, એક મહિના માટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ પરીક્ષા, જે 16 જૂને યોજાવાની હતી, હવે એક મહિનાની સમાપ્તિ પછી કોઈપણ સમયે યોજી શકશે. access_time 1:32 pm IST