Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

સાવરકુંડલાના પત્રકાર ઇકબાલ ગોરીનો જન્‍મ દિવસ ૫૦મુ બેઠું

સાવરકુંડલા: સામાજિક રાજકીય અને પત્રકારીત્‍વ ક્ષેત્રે સંકળાઇને લોકોની ત્રણ દાયકાથી સેવાઓ નિઃસ્‍વાર્થ ભાવે બજાવે છે આજે તેમના જીવનના ૪૯ વર્ષ પૂર્ણ કરી ૫૦ વર્ષ માં મંગલ પ્રવેશ કરેલ છે.

સાવરકુંડલાના મુસ્‍લિમ અગ્રણી ફતેમામદભાઈ ગોરીના ઘરે તા.૨/૬/૧૯૯૭૨ના રોજ ઈકબાલ ગોરીનો જન્‍મ થયેલ હતો. ૪૯ વર્ષ પૂર્ણ કરી ૫૦માં ધમાકેદાર એન્‍ટ્રી કરેલ. ઈકબાલ ગોરી છેલ્લા ત્રણ દાયકા થી સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાઇને જેમાં અખિલ ગુજરાત સિપાહી જમાતના ઉપપ્રમુખ, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે અને અકિલા દૈનિકના રિપોર્ટર તરીકે અને ગુલીસ્‍તાન એજયુકેશન ટ્રસ્‍ટના ચેરમેન તરીકે હાલ સેવાઓ બજાવે છે અને સાવર કુંડલા સમસ્‍ત મુસ્‍લિમ સમાજના ઉપપ્રમુખ તરીકે ૯ વર્ષ અને પ્રમુખ તરીકે એક વર્ષ સેવાઓ નિઃસ્‍વાર્થ પણે બજાવી હતી.

આ બધા વિવિધ પદ પર રહી લોકોની ખંત ખુમારી અને ખેલદિલી પૂર્વક સેવા કરી અને કરતા આવે છેઅને કરતા રહેશે લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા અને સોલ કરવા હમેશા પ્રત્‍યન શીલ બની લોકોની વાંચને પ્રથમ અગ્રતા આપવી તે તેમનો મિજાજ હતો. ઈકબાલ ગોરીએ તેમના ત્રણ દાયકાના જાહેરજીવનમાં ક્‍યારે ખોટું નથી કર્યું અને લોકોની સેવાના કાર્યો કરવામાં પણ ઘરના ખર્ચે સેવા ઓ કરી હતી લોકોની નિઃસ્‍વાર્થ ભાવે સેવા કરવી યુધ્‍ધના ધોરણે કરવી તે તેના શોખનો વિષય છે. શ્રી ગોરીના કરેલા કર્યોને લોકો હજી યાદ કરે છે. સામાજીક રાજકીય અને પત્રકારીત્‍વ ક્ષેત્રે સંકળાયેલ ઈકબાલ ગોરીના સંબંધો સારા અને બહોળા ધરાવે છે. આજના જન્‍મ દિવસની શુભેચ્‍છા આપવા સામાજિક રાજકીય અને પત્રકારીત્‍વ ક્ષેત્રના આગેવાનો, સગા-સંબંધીઓ, મિત્ર વર્તુળો આતુર બન્‍યા છે તેમનો મોબાઈલ નંબર ૯૮૨૪૮ ૩૩૪૬૦ છે.

(11:53 am IST)