Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

રાજકોટમાં સેવા થકી સફળતાનું ઉત્તમ ઉદાહરણ સમા નગરસેવીકા દક્ષાબેન વસાણીનો આજે જન્મદિવસ

(વિજય વસાણી દ્વારા) આટકોટ : સંઘર્ષ સામે અડીખમ ઊભા રહી સફળતા મેળવનાર એક અનોખા વ્યકિતત્વ સમા શ્રીમતી દક્ષાબેન ભરતભાઈ વસાણીનો આજે જન્મદિવસ છે.

નાની ઉંમરથી અનેક સંઘર્ષનો સામનો કરી આજે સફળ લોકસેવીકા તરીકે જાણીતુ બનેલુ નામ એટલે દક્ષાબેન વસાણી રાજકોટનાં વોર્ડ નં.૯ ભાજપનાં ઉમેદવાર દક્ષાબેન દસ હજાર મતની જંગી બહુમતીથી વિજયી બની હાલ મનપામાં આરોગ્ય સમીતીના ઉપાધ્યક્ષ તરીકે સેવા બજાવી રહયા છે.

કોરોનાના કપરા કાળમાં પણ દક્ષાબેન થાકયા વગર સતત લોકો વચ્ચે રહી શહેરનાં લોકોના આરોગ્ય માટે દિવસ - રાત મહેનત કરી હતી. ધગસ અને મહેનતથી પોતાને ખરા અર્થમાં નગરસેવીકા સાબીત કરનારા શ્રીમતી વસાણી કાયમ કહેછે કે કોઈ પણ ક્ષેત્રમા સફળતા મેળવવા તમારે પોતાના પ્રત્યેનો વિશ્વાસ જગાડવો પડે વિજેતા તો એ જ બને છે જેને વિજેતા થવાનો વિશ્વાસ છે અને જે ને પોતાના પર વિશ્વાસ હોય એ કોય પણ પરિસ્થિતીમાં વિજયી બને છે

હિમ્મતનો પર્યાય, બાહોસ અને બહાદુર મહિલા તરીકેનુ એક પ્રેરણાદાયી વ્યકિતત્વ સમા દક્ષાબેન વસાણીને આજે તેમના સેવાકીય રીતે ધમધમતા જીવનનો અમુલ્ય દિન સમો જન્મદિન છે મોબાઈલ નંબર ૯૪૨૬૮૧૭૯૨૫ ઉપર વિના રૂકાવટ શુભકામનાની રીંગો રણકી રહી છે.

(10:32 am IST)
  • રાજસ્થાનના કલાકારો માટે ગેહલોત સરકારનો મોટો નિર્ણય : આર્થિક રીતે નબળા કલાકારોની મદદ મળશે : 5 હજાર રૂપિયાની વન-ટાઇમ સહાય આપવામાં આવશે : કલાકાર કલ્યાણ ભંડોળ તરફથી સહાય આપવામાં આવશે : 2 હજાર જરૂરિયાતમંદ કલાકારોને સહાય મળશે access_time 9:44 pm IST

  • ઉત્તર પ્રદેશમાં ઝડપભેર નવા બનાવો આકાર લઇ રહ્યા છે: આનંદીબેનને મળતા આદિત્યનાથ :અત્યારે રાત્રે મળતા અહેવાલો પ્રમાણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલને મળવા ગયા છે. ઉત્તર પ્રદેશના પ્રધાનમંડળમાં ઝડપભેર મહત્વના ફેરફારો આવી રહ્યાના સ્પષ્ટ નિર્દેશો મળે છે access_time 9:12 pm IST

  • મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું છે અને માયનાગરી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. શુક્રવારે પણ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે દિવસભર ભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે મુંબઈના પરા મલાડ (પશ્ચિમ) માં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 12 લોકોનાં મોત અને સાત ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. બીજી ઘટનામાં, ગુરૂવારે સાંજે દહિસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. access_time 9:31 am IST