Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

પૂર્વ કોર્પોરેટર બાબુભાઇ આહીરનો જન્મ દિવસ

રાજકોટ :.. શહેરનાં વોર્ડ નં. ૧ પૂર્વ કોર્પોરેટર બાબુભાઇ આહીરનો આજે તા. ૧ જુનના રોજ જન્મ દિવસ છે. બાબુભાઇ આહીરનો જન્મ જોડીયા તાલુકાના નેસડા ગામ ખાતે થયેલ છે. સરળ સ્વભાવ, સેવા કરવી તે તેનો પોતાના જીવનમાં સંકલ્પ સાથે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે જાહેર જીવનમાં ર૦ વર્ષથી પ્રજાનું કામ કરી રહેલ છે. બાબુભાઇ આહીરે ત્રણ ટર્મ મહાનગરપાલિકાની ચૂંટણી જંગી બહુમતીએ વિજય મેળવી કોર્પોરેટર તરીકે લોકપ્રશ્નો ઉકેલવા માટે અગ્રેસર રહ્યા છે.  તેઓ મુરલીધર ક્રેડિટ સોસાયટી, રાધાકૃષ્ણ મંડળી ટ્રસ્ટ સહિત અનેક સામાજીક સંસ્થા સાથે જોડાયેલ છે. આજે તેમના જન્મ દિવસે આગેવાનો, મિત્રો, કાર્યકરો, શુભેચ્છકો દ્વારા (મો. ૯૯ર૪ર ૦૧ર૧૪) શુભેચ્છા વર્ષા વરસી રહી છે.

(3:16 pm IST)