Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

સેવાના સારથી મેહુલભાઇ બોરીચાનો આજે જન્મ દિવસ

રાજકોટ : સેવાના સારથી મેહુલભાઇ બોરીચાનો આજે ૧ જુને જન્મ દિવસ છે.

ગુજરાત આહિર સમાજના આગેવાન નાથાભાઇ ખાંડેખાના જયેષ્ઠ પુત્ર મેહુલભાઇ રાજકોટ પોલીસમાં ફરજ બજાવી ચૂકયા છે. તથા ફરજ સિવાયના સમયનો સદ્ઉપયોગ કરી સમાજ ઉપયોગી કાર્યોમાં સતત વ્યસ્ત રહી મિત્રો નામની મુડી કમાવા સાચવવામાં મેહુલભાઇની આગવી નામના છે. જે માળી કન્સ્ટ્રકશન દ્વારા વ્યવસાય વિકાસ કરવાની સાથે જયોતિ કલબ, અંજલી સોશ્યલ ગ્રુપ,  મધુરમ કલબ જેવી માતબર સંસ્થા સાથે સેવાકીય પ્રવૃતિઓ ર૦ વર્ષથી કરી રહ્યા છે. તેમના જન્મ દિવસે મોટાભાઇ રાજુભાઇ બોરીચા, મેયર પ્રદીપભાઇ ડવ, નરેન્દ્રસિંહ ઝાલા, મિલનભાઇ કોઠારી, તેજસ શિશાંગીયા, સંજયભાઇ બોરીચા સહિત બહોળા મિત્ર વર્તુળ દ્વારા તેમને શુભકામના પાઠવવામાં આવી રહેલ છે. (મો. ૯૯રપ૪ ૧૧૭૧૭)

(3:15 pm IST)
  • કોવિડ મહામારી અને લોકડાઉનથી અર્થતંત્રને ફટકો પડતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યની મહેસૂલ વધારવા માટે રાજ્ય સરકાર હસ્તકની રૂ .20,000 કરોડની જમીનો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ બે રાજ્ય સરકારો પણ નજીકના ભવિષ્યમાં પોતાની લેન્ડ બેંક વેચવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:16 am IST

  • પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીરસિંહને સુપ્રીમ કોર્ટની પડી ફિટકાર : કોર્ટે કહ્યું કે "તમે 30 વર્ષ સુધી મહારાષ્ટ્ર કેડરની સેવા કરી અને હવે કહો કે તમને રાજ્ય પોલીસમાં વિશ્વાસ નથી - આ ખૂબ આઘાતજનક બાબત કહેવાય". સુપ્રિમ કોર્ટે શુક્રવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે તેમની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ ગુનાહિત કેસોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીમાં સ્થાનાંતરિત કરવાની અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ સાફ ઇનકાર કર્યો access_time 12:49 pm IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બે દિવસથી ભેદી ધડાકા : રાત્રીના સમયે ભેદી ધડાકાઓથી લોકોમાં ફફડાટ. :ધડાકાઓનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી :ધડાકા સાથે જમીન ધ્રુજી ઉઠે છે છતાં તંત્ર અજાણ : પ્રાંત અધિકારીએ ધડાકા અંગે તપાસના આદેશ આપ્યા access_time 12:08 am IST