Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

પુર્વ કોર્પોરેટર હરીભાઇ ડાંગરનો આજે જન્મદિવસ

રાજકોટઃ ૧ જુન ૧૯૬૨માં ગામ નેસડા, જી.જામનગર ખાતે જન્મેલા  અને રાજકોટને કર્મભુમી બનાવનાર હરીભાઈ સફળ જીવનના ૫૯ વર્ષ પૂર્ણ કરી ૬૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. યુવાનીમાં ભાજપના ભાગવા રંગે રંગાયેલા હરીભાઈ ડાંગર ૧૯૯૦માં કોંગ્રેસનો ગઢ ગણાતા એવા જુના વોર્ડ નં.૦૭માં ભાજપની ત્રણ બેઠક પ્રસ્થાપિત કરવાનું બહુમાન ધરાવે છે. ત્યારબાદ વોર્ડ નં.૨૦માં ચુંટાઈને નોંધપાત્ર કામગીરી કરી હતી. પાંચ વર્ષ ગુજરાત રાજ્યના નશાબંધી વિભાગના ડિરેકટર રહી ચુકેલા હરીભાઈ ડાંગરએ ભૂતકાળમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને નશાબંધી ભવન માટે રજૂઆત કરી ૫૦૦૦ વાર જગ્યામાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કાર્ય કરવાની કામગીરીનો સઘળો યશ હરિભાઈ ડાંગરના ફાળે જાય છે. ભાજપના કોર્પોરેટર તરીકે પ્રથમવાર ચુંટાઈને રાજકોટ મહાનગરપાલિકાની માર્કેટ તથા રોશની સમિતિના અધ્યક્ષ તરીકે તથા સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય તરીકેની જવાબદારી નિભાવી છે. ધર્મપત્ની શ્રીમતી જયાબેન હરિભાઈ ડાંગર હાલ વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર તથા લાઈટીંગ કમીટીના ચેરમેન તરીકે કાર્યરત છે.

બાપલીયાના હુલામણા નામથી ઓળખાતા હરિભાઈ આહીર જ્ઞાતિના શિક્ષણ, સમૂહ લગ્ન, કન્યા કેળવણી સહિતની પ્રવૃતિઓમાં યોગદાન આપી રહ્યા છે, વોર્ડ નં.૧૩ના ખોડીયાર ગરબી મંડળ તથા કૃષ્ણ વિદ્યાલયની શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે તેઓ જોડાયેલા છે. સતત લોકો વચ્ચે રહેતા એક સફળ લોક પ્રતિનિધિ તરીકેની છાપ ધરાવે છે. આજે તેમના જન્મદિવસે મ.ન.પા.ના પદાધિકારીઓ, અધિકારી, રાજકીય આગેવાનો, શુભેચ્છકો, કાર્યકરો, મિત્રો, પરીવારજનો દ્વારા (મો.૯૮૨૪૨ ૮૭૦૦૧) પર શુભેચ્છાનો ધોધ  વરસી રહયો છે.

(3:16 pm IST)
  • મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું છે અને માયનાગરી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. શુક્રવારે પણ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે દિવસભર ભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે મુંબઈના પરા મલાડ (પશ્ચિમ) માં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 12 લોકોનાં મોત અને સાત ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. બીજી ઘટનામાં, ગુરૂવારે સાંજે દહિસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. access_time 9:31 am IST

  • ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પુરી થવાના આરે - આજે ઘણા મહિને રાજ્યમાં 500ની અંદર નવા કોરોના કેસ નોંધાયા : રાજ્યમાં નવા કોરોના કેસ ઘટીને આજે ફક્ત 481 નોંધાયા અને સામે 1526 દર્દીઓ સાજા થયા : આ સાથે આજે રાજકોટ શહેર - જિલ્લામાં પણ કોરોના થાક્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 24 અને ગ્રામ્યના 10 કેસ સાથે કુલ ફક્ત 34 નવા કોરોના ના કેસ નોંધાયા : અને સાથે રાજકોટ શહેર - જિલ્લામાં આજે કુલ 41 દર્દીઓ સાજા થયા access_time 7:46 pm IST

  • પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીરસિંહને સુપ્રીમ કોર્ટની પડી ફિટકાર : કોર્ટે કહ્યું કે "તમે 30 વર્ષ સુધી મહારાષ્ટ્ર કેડરની સેવા કરી અને હવે કહો કે તમને રાજ્ય પોલીસમાં વિશ્વાસ નથી - આ ખૂબ આઘાતજનક બાબત કહેવાય". સુપ્રિમ કોર્ટે શુક્રવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે તેમની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ ગુનાહિત કેસોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીમાં સ્થાનાંતરિત કરવાની અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ સાફ ઇનકાર કર્યો access_time 12:49 pm IST