Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો : લોકોને વેકસીન લેવા અપીલ

ધ્રોલ પંથકના યુવા પત્રકાર સંજય ડાંગરનો આજે જન્મદિવસ

જામનગર,તા.૧: ધ્રોલ તાલુકાના હમાપર ગામના વતની અને હાલ ધ્ર્રોલના એવા યુવા પત્રકાર સંજયભાઈ ડાંગરનો આજે જન્મ દિવસ છે. આજે તેઓ ૩૨ વર્ષ પૂર્ણ કરી ૩૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સંજયભાઈ ડાંગર છેલ્લા ૮ વર્ષથી પત્રકાર તરીકે કામ કરી મીડીયા સાથે જોડાયેલા છે.. હાલ કોરોના મહામારીમાં પણ સંજયભાઇએ પોતાની પત્રકાર તરીકેની ફરજ બખૂબી નિભાવી છે. બહોળો મિત્ર વર્તુળ અને શુભેચ્છકો ધરાવતા મીલનસાર સ્વભાવના સંજયભાઇને આજે તેમના જન્મદિવસ નિમિત્ત્।ે તેમના મીત્રો તરફથી અભિનંદનની વર્ષા થઇ રહી છે. તેમનો મો.નં. ૭૫૬૭૯૭૦૬૭૯ છે.

આજે પોતાના જન્મદિવસ નિમિત્ત્।ે સંજયભાઇએ કોરોના રસીનો પ્રથમ ડોઝ પણ લઇ જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવી છે અને લોકોને પણ અપીલ કરી છે કે, વહેલી તકે કોરોના રસી મુકાવી લે.

(11:50 am IST)
  • મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું છે અને માયનાગરી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. શુક્રવારે પણ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે દિવસભર ભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે મુંબઈના પરા મલાડ (પશ્ચિમ) માં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 12 લોકોનાં મોત અને સાત ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. બીજી ઘટનામાં, ગુરૂવારે સાંજે દહિસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. access_time 9:31 am IST

  • અહો આશ્ચર્યમ !! ઇઝરાઇલના યેવ્નીમાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું મરઘીનું અખંડ ઇંડું મળી આવ્યું છે. એક પુરાતત્ત્વવિદે જણાવ્યું હતું કે, "આ ઇંડાની અનન્ય જાળવણી દેખીતી રીતે નરમ માનવ મળ ધરાવતા સેસપિટમાં, તે સદીઓથી મૂકેલી સારી પરિસ્થિતિઓને કારણે હતી અને આ ઈંડાને આટલા વર્ષો જાળવી રાખવામાં મદદરૂપ બની હતી." અન્ય એક પુરાતત્ત્વવિદે કહ્યું કે, "ઇંડામાં એક નાની તિરાડ હતી, જેના લીધે મોટાભાગનું પ્રવાહી તેમાંથી બહાર નીકળી ગયું હતું." access_time 5:50 pm IST

  • કોવિડ મહામારી અને લોકડાઉનથી અર્થતંત્રને ફટકો પડતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યની મહેસૂલ વધારવા માટે રાજ્ય સરકાર હસ્તકની રૂ .20,000 કરોડની જમીનો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ બે રાજ્ય સરકારો પણ નજીકના ભવિષ્યમાં પોતાની લેન્ડ બેંક વેચવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:16 am IST