Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

રાજકોટ શહેરના આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ કે.કે. પરમારનો જન્મ દિવસ

રાજકોટ, તા. ૧ :. આપના પૂર્વ શહેર પ્રમુખ શ્રી કે.કે. પરમારનો આજે જન્મ દિવસ છે.

રાજકોટ જિલ્લા અદાલતમાં ૩૮ વર્ષ નોકરી કરેલ અને જેઓએ તેઓની નોકરી દરમ્યાન સારી કામગીરી કરવા બદલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેઓને પ્રમાણિત કરી સન્માનિત કરાયેલ હતા. તેઓ સિવિલ કોર્ટ રજિસ્ટ્રાર તરીકે નિવૃત થયેલ. શ્રી કે.કે. પરમાર નિવૃતિ બાદ તેઓ સામાજિક રીતે જુદી જુદી સંસ્થાઓમાં જોડાયેલ તેઓ શ્રી વિદ્યાર્થીઓને ફ્રીમાં નોટબુક વિતરણ, સમૂહલગ્નમાં દાતા, કોરોના કાળમાં કીટ વિતરણ કરે છે.

આમ તો જ્યારથી આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી રાજકોટ શહેરમા એક નાના કાર્યકર તરીકે જોડાયેલ જેમાંથી તેઓ રાજકોટ શહેર તથા જિલ્લામાં પ્રમુખ તરીકેની કામગીરી બજાવી હાલમાં એક સિનીયર નેતા તરીકે કામગીરી કરી રહ્યા છે. શ્રી કે.કે. પરમારે આજે ૬૬માં વર્ષમાં પ્રવેશ કરતા તેઓના મિત્રો તથા સામાજિક સંસ્થાઓ તેઓને મો. ૭૮૭૮૩ ૮૧૧૩૩ ઉપર જન્મ દિવસની શુભકામના પાઠવી રહ્યા છે.

(11:50 am IST)