Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

પત્રકારત્‍વથી રાજકારણ સુધીની સફર ખેડનાર જીજ્ઞેશ કાલાવડીયાનો જન્‍મદિન

રાજકોટ તા. ૨૮ : માત્ર ૨૫ વર્ષની યુવા વયે પત્રકારત્‍વ ક્ષેત્રે કારકીર્દીનો આરંભ કરી ખુદના દૈનિક અખબારના માલિક બનવાનું બહુમાન મેળવી જનાર જીજ્ઞેશ કાલાવડીયાનો આજે જન્‍મ દિવસ છે. મહાપુરૂષોના જીવનચરિત્રો અને સત્‍સંગથી અધ્‍યાત્‍મના માર્ગે પણ ભાથુ બાંધ્‍યુ. આમદમી પાર્ટી દ્વારા રાજકારણમાં પણ નશીબ અજમાવ્‍યુ. દેશના લોકોની મનોસ્‍થિતિ સમજવા ‘રન ફોર ભગતસિંહ' નામથી ૨૨૦૦ કી.મી.નો ઐતિહાસિક સાઇકલ પ્રવાસ કર્યો. આખા દેશનું પરીભ્રમણ કરવાની ઇચ્‍છા બર આવી અને પ્રવાસી જીવન સ્‍વીકાર્યુ. આજે જન્‍મ દિવસ નિમિતે તેઓને ઠેરઠેરથી શુભેચ્‍છાઓ મળી રહી છે. તેમના મો.૯૮૨૫૦ ૨૦૦૬૪ છે. 

(1:23 pm IST)