Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

શહેર ભાજપ યુવા મોરચાના મયંક કોટકનો જન્મદિવસ

રાજકોટ તા. ર૪: શહેર ભાજપ યુવા મોરચાના મયંક બીપીનભાઇ કોટક (લખન) નો આજે તા. ર૪ના રોજ જન્મ દિવસ છે, આજે તેઓ યશસ્વી જીવનના ર૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ઠેર-ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેઓ છેલ્લા દશ વર્ષથી ભાજપ મોરચાના કાર્યકર્તા તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તથા સામાજીક તથા ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાઇ વિવિધ રાહતકાર્યોમાં સહભાગી બન્યા છે.  તેમના દાદા અને ભારતીય જનતા પાર્ટીના પીઢ અગ્રણી તેમજ શહેરના પૂર્વ મેયર જનકભાઇ કોટકના પગલે જાહેર જીવન અને સેવાકીય કાર્યોમાં સતત સક્રિય રહી તેમની પાસેથી સતત માર્ગદર્શન મેળવતા રહ્યા છે. આજે મયંક કોટકના જન્મ દિવસે પરીવારજનો, મિત્ર વર્તુળ રાજકીય -સામાજીક અગ્રણીઓ-કાર્યકર્તાઓ તરફથી તેમના મોબાઇલ નંબર ૯૦૧૬૦૪૦૯૮૯ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(3:22 pm IST)