Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

સુવાસિત અને પ્રકાશિત કારકિર્દીમાં ૮ વખત બઢતીનો ઇતિહાસ

કલાર્કથી અધિક સચિવ પદ સુધીના સફળ યાત્રી જે.બી.દ્વિવેદીનો જન્મદિન

રાજકોટ : ગુજરાતની સચિવાલય કેડરમાં કારકૂન તરીકે કારકિર્દીના શ્રીગણેશ કરી એક જ કેડરમાં સળંગ સાડા ત્રણ દાયકામાં ૮ વખત બઢતી મેળવી અધિક સચિવ પદ સુધી પહોંચેલા શ્રી જે.બી.દ્વિવેદી માટે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્મ તા. ૧૫ જુલાઇ ૧૯૬૫ના દિવસે થયેલ. આજે સુવાસિત અને પ્રકાશિત જીવનના ૫૭માં વર્ષમાં આગેકદમ માંડ્યા છે.

સચિવાલય કેડરમાં સર્વોચ્ચ ગણાતા અધિક સચિવના પદ પર પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગમાં તેઓ કાર્યરત છે. ભૂતકાળમાં મહેસુલ વિભાગ, સાયન્સ અને ટેકનોલોજી વિભાગ વગેરેમાં ફરજ બજાવી ચૂકયા છે. ચૂંટણી પંચમાં સંયુકત સચિવ તરીકે તંત્રની કામગીરી ઝળહળતી રહેલ. ગઇ લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય ચૂંટણી પંચના સમગ્ર ગુજરાતના નોડલ ઓફીસર તરીકે તેમણે યશસ્વી કામગીરી કરેલ. તેઓ એમ.એ અને ડીપ્લોમાં ઇન સિવીલ એન્જિનિયરીંગની પદવી ધરાવે છે. તેમની નિષ્ઠા અને પ્રતિષ્ઠાની ઇમારત અડીખમ છે. વધે તેમની નામના એવી શુભકામના.

         ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૧૧૩

મો. ૯૯૭૮૪ ૦૮૨૪૨ ગાંધીનગર

(10:07 am IST)