Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

જામનગરના સેવાભાવી નટુભાઇ ત્રિવેદીનો જન્મદિન

જામનગર તા. ૧૦ : શ્રી મહાત્મા ગાંધીજીના મૂક સેવક નટુભાઇ ત્રિવેદીનો આજે ૭પમો જન્મદિન છે તા.૧૦/૧૦/૧૯૪પ ના રોજ જન્મેલ નટુભાઇ ત્રિવેદી ૭૪ વર્ષ પુરા કરી ૭પમાં વર્ષમાં પ્રવેશ કરે છે. મહાત્મા ગાંધીજીએ પ્રતાપકુવરબા પ્રાથમીક શાળાના બાંકડાપર બેસી એકડો ઘૂટયો હતો તે બાંકડા પર બેસી પ્રાથમીક શિક્ષણ અને એજ આલ્ફ્રેડ હાઇસ્કુલ, હાલ ''મહાત્મા ગાંધી સ્મૃતિ ભવન''માં જે બાંકડે મેટ્રિક પાસ થયા હતા ત્યાં બેસી મેટ્રિક પાસ કરી, ગાંધીજીનું આદર્શ જીવન તેવો પચાવી ગયા છે.

જામનગર શહેર જિલ્લામાં ૭૧૭મી વધુ આંખના મોતિયાના ઓપરેશનના કેમ્પ યોજી ૧૧પપ૦ થી વધુ રાજકોટ રણછોડદાસબાપુ આશ્રમમાં વૃદ્ધોને આંખની હોસ્પિટલમાં મોકલી મફતમાં નવી દ્રષ્ટિ અપાવી છે ગરીબ પરિવારના આઠ જન્મજાત મોતિયાના આંધળા બાળકોને પણ મફત ઓપરેશન કરાવી દેખતા કર્યા છે. મંદિરના પગથિયે ભીખ માંગતા ભીખારી કે વયો વૃદ્ધોને શોધી શોધી દેખતા કર્યા છે.

જામનગર ગુલાબકુવરબા આયુર્વેદ ચિકિત્સાલય, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની રોગી કલ્યાણ સમિતિના સભ્ય તરીકે રહી અનેક આયુર્વેદના નિદાન અને ચિધિત્સા કેમ્પ યોજી લોકોને તંદુરસ્ત બનાવેલ છે. વર્તમાન ચિકન ગુનિયા અને ડેંગ્યુ રોગ વિરોધી આયુર્વેદિક ઔષધિય ઉકાળાનું વિતરણ ઠેક ઠેકાણે કરી આ રોગને ભગાડવા પ્રતિવર્ષ પ્રયત્ન શીલ રહેલ છે. હાલમાં આ સેવાઓ ચાલુ છે તેમના આ સિવાય અનેક સેવાઓ રકતદાન, ચક્ષુદાન બિન વારસુના અગ્ની સંસ્કાર જેવી ઘણી-બધી મફત સેવા તેમના જીવનનો મંત્ર બની રહ્યો છે. આજે શ્રી ગાંધીજીના સેવા-વારસદારના જન્મ દિવસે અભિનંદન મો. ૯૯૯૮૦ ૯પર૧૦ શુભેચ્છા મળી રહી છે.

(1:04 pm IST)