Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

રાજકોટ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ વિજય કોરાટનો જન્મદિન

રાજકોટ,તા.૧૦: રાજકોટ જિલ્લા સહકારી સંઘના સૌથી નાની ઉંમરના ડિરેકટર, રાજકોટ જિલ્લા ભાજપના કિસાન મોરચાના પ્રમુખશ્રી વિજય કોરાટ આજે ૪૦ વર્ષ પૂરા કરી ૪૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મોટામોવા સ્મશાન અને મવડી સ્મશાન ગૃહમાં વ્યવસ્થાપક કમિટીમાં સેવા આપી સરપંચ બન્યા. ગામમાં રોડ, ભુગર્ભ ગટર, વૃક્ષારોપણના કામ તેમજ બેન્કિંગ વ્યવસ્થાઓ ગામમાં ઊભી કરવવામાં સફળ રહ્યા છે. ગુજરાત રાજયમાં સૌપ્રથમ મોટામવા ગામમા સેનેટરી પેડ વેન્ડિંગ મશીન પોતાના ખર્ચે મુકાવેલ છે. શ્રી વિજયભાઈનો સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટમાં સમાવેશ કરેલ છે.જેમાં દ્વારકા, નાથદ્વાર, હરિદ્વાર, ગોકુલમથુરામાં અતિથિગૃહમાં સક્રિય છે. રાજકોટ જિલ્લા સરપંચ એસોસિયેશનના પ્રમુખ અને રાજકોટ પાર્ટીપ્લોટ એશોસીએશનના પણ પ્રમુખ છે. તેઓને મો.૯૮૯૮૭ ૦૦૦૫૦ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(11:35 am IST)