Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ચલાલાના સેવા પ્રવૃતિના ભેખધારી પૂ.રતિદાદાનો જન્મદિવસ

ચલાલા તા.૭: સેવાના ભેખધારી અને વેદમાતા ગાયત્રી સંસ્થાને વટવૃક્ષ સમાન બનાવનાર પૂ.રતિદાદાના જન્મદિને મિત્રો શુભેચ્છકો દ્વારા શુભેચ્છા મળી રહી છે.

આરોગ્ય સેવામાં સંસ્થા દ્વારા ૨૧૯ નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પો પુરી કરી હજારો લોકોને મોતીયાા વિનામૂલ્યે ઓપરેશન કરી દેખતા કર્યા છે. સાથે શ્રી રામ હોસ્પિટલમાં દાંત વિભાગ, આંખ વિભાગ જનરલ વિભાગ, કાન-નાક-ગળાનો વિભાગ આ તમામ વિભાગ વિનામૂલ્યે ચલાવવામાં આવે છે. અને જરૂરીયાતમંદ દર્દીઓ માટે, વોકર, યુરીનલ ચેર, વ્હીલચેર, સ્ટ્રેચર વગેરે સાધનો વિનામૂલ્યે વાપરવા માટે આપવામાં આવે છે.

શિક્ષણ સેવામાં માતા-પિતા વગરના બાળકોને રહેવા, જમવા તથા અભ્યાસની સુવિધા આપી તેમને પગભર કરવામાં આવે છે. ગાયત્રી સંસ્કાર વિદ્યાલય નામની શાળામાં ગરીબ અને જરૂરીયાતમંદ કુટુંબની ૫૦ જેટલી દિકરીઓ વિનામૂલ્યે અભ્યાસ કરેછે.

પર્યાવરણ સેવામાં વર્ષ દરમ્યાન અલગ-અલગ કાર્યક્રમો દ્વારા ૨૫૦૦ જેટલા રોપાઓ વિતરણ કરી અને તેનો ઉછેર કરાવી પર્યાવરણ ક્ષેત્ર જનજાગૃતિ લાવવામાં આવે છે.

ગૌ-સેવામાં સંસ્થામાં શ્રી કૃષ્ણ ગૌ-શાળામાં ઓરીજનલ ગીર ગાયોનો ઉછેર કરવામાં આવે છે. અવેડી બનાવી પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. રઝળતી ગાયો માટે લીલાની વ્યવસ્થા કરવામાં આવે છે.

દર વર્ષે ૫૧ થી ૧૦૧ સર્વજ્ઞાતિ સમૂહલગ્નો દ્વારા ગરીબ જરૂરીયાતમંદ દિકરીઓ કરીયાવર આપી તેમને વિદાય કરાવે છે. ૧૬માં સર્વજ્ઞાતિ સમૂહલગ્ન તા.૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. જેનું નોધણી કાર્ય શરૂ છે. વિધવા બહેનોનું મંડળ બનાવી તેમને દર પૂનમે સત્સંગ, ચા-નાસ્તો તથા વિનામૂલ્યે યાત્રા પ્રવાસ કરાવવામાં આવે છે સાથે જરૂરીયાતમંદ લોકોને દર મહિને રાશનકીટ, ઉનાળામાં ચપ્પલ વિતરણ, છાશ વિતરણ,શિયાળામાં ધાબળા વિતરણ, તહેવારો નિમિતે મીઠાઇ, કપડા વિતરણ જેવી અનેક સેવાકીય પ્રવૃતિઓ નિઃસ્વાર્થ ભાવે ચાલી રહી છે. આ તમામ પવૃતિના માધ્યમથી પૂ.રતિદાદાએ લોકોના હદયમાં આગવુ સ્થાન  પ્રાપ્ત કર્યુ છે. પૂ.રતિદાદાને જન્મદિને મો.૯૪૨૭૪ ૯૧૦૯૭ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:35 am IST)