Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

વોર્ડ નં.૧૩ના ભાજપ પ્રમુખ હસમુખભાઈ ચોવટીયાનો આજે જન્મ દિવસ

રાજકોટઃ રાજકોટ શહેરના વોર્ડ નં.૧૩ના ભાજપ પ્રમુખ હસમુખભાઈ ચોવટીયાનો આજે  ૪ ઓકટોબરનાં જન્મ દિવસ છે. ૪ ઓકટોબર ૧૯૭૭ના રોજ જન્મેલા હસમુખભાઈ આજે યશસ્વી જીવનના૪૩માં મંગલ વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેમજ અગાઉ વોર્ડ નં.૨૦ના બે ટમ મહામંત્રી રહી ચુકયા છે. હાલમાં હસમુખભાઈ ચોવટીયા ત્રણ ટમથી વોર્ડ નં.૧૩ના પ્રમુખ તરીકેની યશસ્વી કામગીરી કરી રહ્યા છે. નાની ઉમરમાં ખોડીયાર ગરબી મંડળ, ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ તથા જય સરદાર યુવા ગ્રુપ સાથે તેમજ  વિવિધ સંસ્થાઓ સાથે સંકલાયેલા છે બહોળો મિત્રમંડળ ધરાવતા હસમુખભાઈને (મો. નં.૯૮૨૫૧-૯૪૫૪૧) પર શુભેચ્છાનો વરસાદ થઇ રહ્યો છે.

(3:49 pm IST)