Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

જુનાગઢમાં પાણીદાર ચેરમેનનું બિરૂદ મેળવનાર મુકેશ ધોળકીયાનો જન્મદિન

જુનાગઢ, તા., રઃ મહાનગર પાલીકા જુનાગઢમાં ત્રણ ટર્મ સુધી કોર્પોરેટ તરીકે ચુંટાયેલા અને ન.પા.માં વોટર વર્કસ સમીતીના ચેરમેન તરીકે સતત ત્રણ ટર્મ રહીને જબરી કામગીરી કરીને પાણીદાર ચેરમેન તરીકે બિરૂદ મેળવનાર એક છટાદાર વકતા અને ખુબ જ અભ્યાસુ નિડર કાર્યકર્તા મુકેશ ધોળકીયા આજે પપ વર્ષમાં પ્રવેશ્યા છે.

ભુતકાળમાં સ્વ.સુર્યકાન્તભાઇ આચાર્ય અને નારસિંહભાઇ પઢીયારના સમયમાં ભાજપમાં  ૧ર વર્ષ સંગઠનનું કાર્ય કરનાર અને છેલ્લા ૧૩ વર્ષથી કોંગ્રેસ પક્ષમાં સક્રિય ભુમીકા ભજવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી તરીકે ગત વિધાનસભાની ચુંટણીમાં શાનદાર દેખાવ કરનાર અને ત્રણ લોકસભા અને સાત ધારાસભાની ચુંટણીનું સફળ સંચાલનકર્તા કુશળ ચુંટણી વ્યુહ રચનાકાર હાલ સંપુર્ણ રાજકીય રીતે  નિષ્ક્રીય થયા છે અને એક નવા જ સળગતા સામાજીક સવાલ ઉપરનો પ્રોજેકટ તૈયાર કરી રહયા છે.

રાજયના પુર્વ મુખ્યમંત્રી સ્વ. છબીલદાસ મહેતા અને પુર્વ નાણામંત્રી અરવિંદભાઇ સંઘવીએ શ્રી મુકેશભાઇની સંગઠનશકિતને ઓળખીને નવનાતના તમામ ફીરકા એક કરીને ગામે ગામ વણીક સંગઠનની શાખાઓ  સ્થાપવાનું કાર્ય સોંપતા શ્રી મુકેશભાઇએ ભારે ખુબી અને મહેનતપુર્વક સંભાળ્યું અને તેમની સંગઠન શકિતનો પરીચય આપ્યો છે. મો.નં. ૯૮૭૯પ ૧૧૩૩૭ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(3:17 pm IST)