Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

નિડર, નિષ્ઠા અને પ્રમાણિકતાનો ત્રિવેણી સંગમ કનુભાઈ માવાણીનો જન્મદિનઃ પંચામૃત પંચોતેર

રાજકોટ, તા. ૨ :. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગૌરવ ગાથાને આસમાને પહોંચાડનાર પૂર્વ કુલપતિ ડો. કનુભાઈ માવાણી તેના યશસ્વી જીવનના ૭૪ વર્ષ પૂર્ણ કરી ૭૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

સુરતના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર ડો. કનુભાઈ માવાણી ૧૯૯૯થી ૨૦૦૫ સુધી સૌરાષ્ટ્રનું ઉચ્ચ શિક્ષણધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પદે કાર્યરત હતા. તેમણે કરેલા કાર્યોની સૌરભ લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગત અનુભવી રહ્યા છે. ડો. કનુભાઈ માવાણીની જન્મભૂમિ ગારીયાધાર છે. જીવનમાં ખૂબ સંઘર્ષ કરી તબીબ તરીકે કારકિર્દીમાં સુરતના કર્મભૂમિ બનાવી હતી. લડાયક સ્વભાવ અને અન્યાય સામે અવાજ ઉઠાવનાર ડો. કનુભાઈ માવાણીના આજે ૭૫માં જન્મ દિવસે સુરતમાં અમૃત પર્વ પંચામૃત પંચોતેરમાં એક મુઠી ઉંચેરા માનવી શિર્ષક હેઠળ કાર્યક્રમ યોજાયો છે.

૧૯૯૯માં બે કરોડથી વધુની ખોટ અને મોટી રકમના દેણામાં ડૂબેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરકસરની અસરકારક કાતર ફેરવનાર કનુભાઈ માવાણીએ ૬ વર્ષમાં ખોટ તો શું ? ૨૮ કરોડની અનામત યુનિવર્સિટીના ભંડોળમાં જમા કરાવી. વિદ્યાર્થીઓ શિક્ષણની અને પદવીની વિશ્વસનીયતા વધારવા કડક હાથે કામ લીધુ હતું. આજે તેમના જન્મ દિવસે મો. ૯૮૨૫૧ ૪૪૮૦૧ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(1:16 pm IST)
  • સુરતમાં મંદીનો માહોલ : કારીગરો વતન ભણી : દિવાળી વેકેશન પહેલા જ હિરા ઘસુઓએ વતનની વાટ પકડી access_time 6:18 pm IST

  • વડોદરાના આજવા પાર્કમાં ૯ ફૂટનો મગર મળયો : રહેણાંક વિસ્તારમાં નીકળેલા મગરને પ્રાણી ક્રૂરતા વિભાગે પકડી અને વન વિભાગને સોંપ્યો access_time 6:18 pm IST

  • ઈજાગ્રસ્ત ઝિંગન બાંગ્લાદેશ વિશ્વકપ ક્વાલિફાયર મેચથી બહાર :ભારતીય ફૂટબોલ ટીમના ડિફેન્ડર સંદદેશ ઝિંગન ઇજા થવાના કારણે 15મી ઓક્ટોબરથી બાંગ્લાદેશ વિરુદ્ધ ફિફા વિશ્વકપ ક્વાલિફાયર મુકાબલાથી બહાર થયો : ઝિંગનને નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસીના વિરુદ્ધ રમાયેલ મૈત્રી મેચમાં ઇજા થઇ હતી access_time 1:22 am IST