Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

જેતપુર ડાઇંગ એસો.ના ઉપપ્રમુખ જેન્તીભાઇ રામોલીયાનો જન્મ દિવસ

જેતપુર તા. ૧ : અગ્રણી ઉદ્યોગપતિ પટેલ સમાજના શ્રેષ્ઠી જેન્તીભાઇ રામોલીયાનો આજે જન્મ દિવસ છે. તેઓ સારા ઉદ્યોગપતિની સાથે વર્ષોથી નિર વિવાદી રીતે ડાઇંગ એસો.ના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. સાથે સાથે સમાજ સેવા પણ તેમનો અભિન્ન અંગ હોય. સીટી કાઉન્સીલ લેઉવા પટેલ સમાજ ભાજપ ઉપાધ્યક્ષ સહિત અનેક સેવાકીય સંસ્થાઓમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયા પરિવાર સાથે પારીવારીક સબંધો હોય. છતાં પણ નાનામાં નાના માણસ સાથે ભાઇચારાની  ભાવનાથી રહેતા જેન્તીભાઇના જન્મ દિવસે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, રાજુભાઇ પટેલ સહિતના અગ્રણીઓએ તેમના મો. નં. ૯૩૭પ૭ ૧૧૩૪૪ ઉપર શુભેચ્છાઓ પાઠવી છે.

(11:58 am IST)
  • રાજસ્થાનમાં સ્કૂલમાં ઝેરી પાણી પીવાથી છ બાળકોની તબિયત બગડી :સ્કૂલની ટાંકી અને માટલામાં ઝેર ભેળવાયું હોવાની આશંકા : રાજસ્થાનના ચુરુ જિલ્લાના ભાલેરી પંથકની એક ખાનગી સ્કૂલમાં ઘટના : ઝેરી પાણી પીવાથી 60 બાળકોની તબિયત લથડી : સાત બાળકોની સ્થિતિ ગંભીર access_time 12:42 am IST

  • વડોદરાના આજવા પાર્કમાં ૯ ફૂટનો મગર મળયો : રહેણાંક વિસ્તારમાં નીકળેલા મગરને પ્રાણી ક્રૂરતા વિભાગે પકડી અને વન વિભાગને સોંપ્યો access_time 6:18 pm IST

  • સુરત મજુરાના ધારાસભ્ય હરસંઘવીની આંતરરાષ્ટ્રીય સમિતિમાં નિમણુંક : વિદેશી સંબંધો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર બાબતની આઈસીડબલ્યુએ સમિતિના સભ્યપદે થઈ નિમણુંક access_time 6:16 pm IST