Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

દ્વારકા દૈનિક પત્રકાર મંડળના ઉપપ્રમુખ વિનુભાઈ સામાણીનો જન્મદિન

દ્વારકા, તા. ૩૦ :. દ્વારકા દૈનિક પત્રકાર મંડળના ઉપપ્રમુખ વિનુભાઈ સામાણીનો આજે ૬૬મો જન્મદિન છે.

તેઓ પ્રસિદ્ધ સાંધ્ય દૈનિક અકિલા સાથે છેલ્લા ૩૨ વર્ષ ઉપરાંતથી જોડાયેલા છે. આ ઉપરાંત તેઓ ઓખા મંડળ ક્ષેત્રમાં એક પેઢી ઉપરાંતના સમયથી સામાજિક, ધાર્મિક પ્રવૃતિઓ સાથે સતત સંકળાયેલા રઘુવંશી અગ્રણી છે. સ્વસ્તિક ટ્રાવેલ્સના પ્રોપરાયટર વિનુભાઈ શહેરના જૂના ટ્રાવેલ બિઝનેશમેન તરીકે નામના ધરાવે છે. આજે તેમના ૬૬માં જન્મદિન નિમિત્તે મિત્રો, શુભેચ્છો તરફથી અવિરત શુભેચ્છા સંદેશો તેમનો મો. ૯૪૨૯૧ ૪૧૦૧૨ ઉપર મળી રહી છે.

 

(10:18 am IST)