Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરાનો જન્મદિન

જામનગરઃ તાલુકાના સુર્યપરા ગામે તા.રર જુલાઇના રોજ જન્મેલા ખેડુત પરિવારમાંથી આવતા રમેશભાઇ દેવરાજભાઇ મુંગરા એ યુવા કાળમાં જ જનસંઘના કાર્યકર્તા તરીકે જોડાઇ રાજકીય ભુમીકા શરૂ કરી, સુર્યપરા ગામના સરપંચથી લઇ તાલુકા ભાજપના સંગઠનમાં કામ કરતા-કરતા પ્રદેશ ભાજપના મંત્રી તરીકેની વિશિષ્ટ જવાબદારી નિભાવી પ્રદેશ કિશાન મોરચાના મહામંત્રી તેમજ જામનગર જિલ્લા ભાજપ સંગઠનમાં બીજી ટર્મ માટે હાલ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી, સંગઠનને મજબુત કરવા પોતાનું યોગદાન આપી રહ્યા છે.

૧૯૯પમાં જામનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ત્યારબાદ જિલ્લા પંચાયત કારોબારી સમીતીના ચેરમેન તરીકે પણ તેઓની કામગીરી  નોંધપાત્ર રહેલી છ.ે વિધાનસભા તેમજ લોકસભાની ૩-૩ ચુંટણીઓ સુધી તેઓની જિલ્લા ઇહઇનજૃ તથા ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોપવામાં આવેલ, આ ઉપરાંત પંચાયત સેલના પ્રદેશ કન્વીનર, જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં સંગઠન પ્રભારી અને ર૦૧૯ થી પોરબંદર લોકસભા સીટના પ્રભારી તરીકેની મહત્વની જવાબદારી પણ રમેશભાઇએ નિભાવી છે.

જિલ્લા અધ્યક્ષ તરીકે પર્યાવરણને બચાવી, ભવિ, પેઢીને કુદરતી ઓકસીજન મળી રહે તે માટે જિલ્લામાં પ૧૦૦૦ વૃક્ષોના વાવેતર માટે જિલ્લાના તમામ કાર્યકરોને પ્રોત્સાહીત કરી તેઓએ ૩૧૦૦૦ થી વધુવૃક્ષોના વાવેતર માટે નિમિત બન્યા છ.ે તેઓના મો. ૯૪ર૬૪ ૧૯૪૯૪ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(1:18 pm IST)