Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

નિવૃત સનદી અધિકારી જે. કે. ગઢવીનો જન્મદિન

રાજકોટ : રાજ્યના આઇ.એ.એસ કેડરના નિવૃત અધિકારી શ્રી જે.કે.ગઢવીનો જન્મ તા. ૨૦ જુલાઇ ૧૯૫૯ના દિવસે થયેલ. આજે ૬૩માં વર્ષની કેડીએ કદમ માંડ્યા છે.

મુળ કચ્છના મુંદ્રાના વતની શ્રી જે.કે.ગઢવી ભૂતકાળમાં રાજકોટમાં અછતના નાયબ કલેકટર, જામનગરમાં જિલ્લા પુરવઠા અધિકારી, સુરેન્દ્રનગરમાં સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેકટર, રાજકોટમાં શાળાઓ માટેની કચેરીના નિયામક, ચૂંટણી પંચમાં સંયુકત મુખ્ય ચૂંટણી અધિકારી, આદિવાસી ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી (ડી.સેગ)ના મુખ્ય વહીવટી અધિકારી વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.

મો. ૯૦૯૯૩ ૨૯૦૦૬. ગાંધીનગર

(10:21 am IST)