Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા, અવધૂત ક્રેડીટ સોસાયટીના ચેરમેન

ડો. પ્રવિણભાઇ નિમાવતનો કાલે જન્મદિવસઃ પપમાં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૧૭: છેલ્લા રપ વર્ષથી સંપૂર્ણપણે શિક્ષણ, સાહિત્ય, સમાજસેવા અને પત્રકારત્વને સમર્પિત એવા ઊંચા ગજાના, લોક લાડીલા શિક્ષણવિદ અને રાજકોટના શિક્ષણ જગતનાં ઘરેણાં સમાન કવિ, કટાર લેખક અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજય અને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનીત ડો. પ્રવિણભાઇ નિમાવતનો આવતી કાલે રવિવારે જન્મદિવસ છે. તેઓ પપ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. શ્રી અવધૂત ક્રેડિટ કો.-ઓપ. સોસાયટી લી. અને શ્રી અવધૂત એજયુ. એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન, અવધગંગા માસીક મુખપત્રના તંત્રી તેમજ સૌ. યુની.ના સ્ટડી બોર્ડમાં દીર્ઘકાલીન સેવા આપનાર કલમના કસબી એવા ડો. પ્રવિણભાઇ નિમાવતનાં નારી જાગૃતિ અને બેટી બચાવો વિષે જેઓનો વાર્તાલાપ અવારનવાર રેડિયો પર નારી જગત અંતર્ગત પ્રસારિત થાય છે. અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ પ્રવિણભાઇ ''દિકરાનું ઘર'' (વૃદ્ધાશ્રમ)-ઢોલરા જેવી પવિત્ર સંસ્થાના કારોબારી સદસ્ય છે. વર્તમાન સમયમાં સમાજ પર આવી પડેલી કોરોનાની આફતભરી સ્થિતિમાં તન, મન અને ધનથી સામાજિક સંસ્થાઓ સાથે જોડાઇને ઉમદા સેવા બજાવેલ. લોકડાઉનનાં સમયે થેલેસેમિક બાળકો માટે રકતની અછત હોઇ રકતદાન શિબિર યોજી સરાહનીય સેવાકીય પ્રવૃતિ કરેલ તેમજ ''દિકરાનું ઘર'' (વૃદ્ધાશ્રમ)-ઢોલરાને મુખ્યમંત્રી રાહત ફંડમાં, સદભાવના વૃદ્ધાશ્રમને, એનિમલ હેલ્પલાઇન કરૂણા ફાઉન્ડેશનને અનુદાન કરેલ છે. મો. ૯૪ર૬ર પ૦પ૦૩

(2:26 pm IST)