Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

બેન્કીંગ ક્ષેત્રે ગૌરવ વધારનાર પ્રફુલભાઈ ચંદારાણાનો જન્મદિન

રાજકોટઃ બેન્કીંગ ક્ષેત્રે ગૌરવ વધારનાર શ્રી પ્રફુલભાઈ ચંદારાણાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૬૩ વર્ષ પૂર્ણ કરી ૬૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.ે

બી.કોમ., એલ.એલ.બી., બી.જે.એમ.સી., ડિપ્લોમાં ઈન લેબર લોઝની ડીગ્રી સાથે તેઓએ પત્રકારીત્વના અભ્યાસ દરમ્યાન ૬માસની તાલીમ ખાસ બેન્કની મંજુરીથી મેળવીને સફળતા હાંસલ કરેલ. ૧૯૭૬- ૭૭માં કોર્ટની સર્વિસથી કારકીર્દિની શરૂઆત કર્યા બાદ ૪૦ વર્ષ બેન્ક ઓફ બરોડામાં પૂર્ણકાલીન સેવા આપી નિવૃત બાદ ફરી વકીલાતને માત્ર સેવાનું માધ્યમ ગણીને કાયદા ક્ષેત્રે ઝંપલાવ્યુ છે.

બેન્કમાં તેઓએ એડમીન- લીગલ ફાયનાન્સીયલ ઈન્કલુઝન જેવી મહત્વની જવાબદારી સંભાળેલ. બેન્ક દ્વારા સ્ટાર પરફોર્મન્સનો 'પરફોમેન્સ ઈન બીઝનેશ ગ્રોથ'નો બેસ્ટ એવોર્ડ- ૨૦૧૫માં પ્રાપ્ત કરેલ.

અનુભવ અને સફળતાને ધ્યાનમાં લઈને તાજેતરમાં જ નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરીટી અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટી- અમદાવાદ દ્વારા પેનલ લોયર તરીકે ત્રણ વર્ષ પ્રિન્સીપાલ અને ડીસ્ટ્રીકટ જજના ડીસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરીટી રાજકોટ ખાતે પસંદગી પામેલ છે.

તાજેતરમાં મીનીસ્ટ્રી ઓફ કોમ્યુનીકેશન ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનીકેશન, ન્યુ દિલ્હી દ્વારા લેવાનાર એમેચ્યોર રેડિયો (હેમ રેડિયો)ની પરિક્ષા કોલ સાઈન NO VU32JK મેળવીને લાયસન્સ પ્રાપ્ત કરેલ છે.

તેઓ અભિવ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટી ટ્રસ્ટ રાજકોટના મેનેજીંગ ટ્રસ્ટી ઉપરાંત એકસપરીમેન્ટ ઈન ઈન્ટરનેશનલ લીવીંગ, યુનો દ્વારા માન્યતા પ્રાપ્ત વૈશ્વિક સંસ્થાના લાઈફ મેમ્બર હોવા ઉપરાંત એ.વી.પી.ટી. એલ્યુમની એશોસીએશન વિરાણી હાઈસ્કુલ એલ્યુમની એશોસીએશન જેવી માતબર સંસ્થાના કમીટી મેમ્બર છે. તેએ માઉટીંગ તેમજ ટ્રેકીંગ પણ કરેલ છે.

જીવન સંગીની શ્રીમતી મીતાબેન ચંદારાણા તેમના જીવનની રંગોળીના સુખના રંગો પુર્યા છે. પ્રવિણભાઈને મો.૯૨૬૫૧ ૪૭૬૪૨ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(2:32 pm IST)