Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

અમરેલીના પૂર્વ ડી.ડી.ઓ., બોટાદના પૂર્વ કલેકટર

નિવૃત આઇ.એ.એસ. અધિકારી વી. સી. વર્માને હેપ્પી બર્થ ડે

રાજકોટ : રાજયમાં જી. એ. એસ. અને આઇ. એ. એસ. કેડરના અધિકારી તરીકે વર્ષે સુધી ફરજ બજાવી હાલ સુરતમાં નિવૃત જીવન ગાળી રહેલા શ્રી વી. સી. વર્માનો જન્મ ૧૯પપ ના વર્ષની ૩ જુલાઇએ થયેલ. આજે ૬૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

મુળ મેરઠના વતની શ્રી વી. સી. વર્મા ભૂતકાળમાં ગુજરાત સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ, રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને કાર્યકારી જિલ્લા વિકાસ અધિકારી, રાજયમાં સમાજ સુરક્ષા નિયામક, અમરેલી જિલ્લા વિકાસ અધિકારી, બોટાદ જિલ્લા કલેકટર, શિક્ષણ વિભાગમાં સંયુકત નિયામક વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૮રપ૦ ૩૯૧પ૦ સુરત

(11:13 am IST)