Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કાન-નાક-ગાળાના સર્જન ડો. હિમાંશુ ઠક્કરનો આજે જન્મદિવસ

તેમની હોસ્પિટલનો પણ ૧૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ ડો. હિમાંશુ ઠક્કર કે જેઓ રાજકોટ ખાતે ઇ.એન.ટી. સર્જન તરીકે છેલ્લા ૧૯ વર્ષથી પણ વધારે સમયથી પ્રેકિટસ કરે છે. મૂળ જૂનાગઢનાં વતની અને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર આ યુવા તબીબ કે જેમને નાની ઉમરમાં અનેક જટિલ ઓપરેશનો પાર પાડી તબીબી ક્ષેત્રે ખૂબ જ નામના મેળવી છે.તેમનો આજે જન્મ દિવસ છે તે સાથે આજે ૧ જુલાઈ નેશનલ ડોકટર્સ ડે તરીકે પણ ઉજવાય છે.  ડો. ઠક્કરના અનેક આર્ટિકલો મેડિકલ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય કક્ષાની જરનલોમાં પ્રસિદ્ઘ થયેલ છે. તેઓનેે આઈ.એમ.એ. ડો. સી. એસ. ઠાકર નેશનલ એવોર્ડ, શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા શ્રેષ્ઠ રઘુવંશી આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક પ્રતિભા એવોર્ડ  અને પ્રાઈડ ઓફ સૌરાષ્ટ્રનો એવોર્ડ પણ મળેલ છે. ડો. હિમાંશુ ઠક્કર ઈંડિયન મેડિકલ એસોશિએશન રાજકોટના ભુતપૂર્વ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવેલ છે. ઇએનટી સોસાયટી ઓફ રાજકોટ ના તેઓ ભુતપૂર્વ પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચૂકયા છે. તેઓ રઘુવંશી ડોકટર એસોશિએશનના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચુકેલા છે. હાલ માં તેઓ રાજકોટ લોહાણા મહાજનના મંત્રી છે.  ડો. ઠક્કર ઇ.એન.ટી. અને ડેન્ટલ હોસ્પિટલ કે જે વિદ્યાનગર મેઈન રોડ. ૨૦૨ લાઈફ લાઈન બિલ્ડીંગ રાજકોટ ખાતે આવેલ છે જે ૧૩ વર્ષ પૂરા કરી ૧૪ માં વર્ષમાં પ્રવેશ કરે છે.  ડો હિમાંશુ ઠક્કરને  મો. ૯૪૨૮૦ ૦૩૮૪૮ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

(11:27 am IST)