Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

શુભત્વથી શોભતા કથાકાર ઘનશ્યામદાસ બાપુનો જન્મ દિન

રાજકોટઃ વિધાતાના વરદાનરૂપ વાણી ધરાવતા સુપ્રસિદ્ધ કથાકાર શ્રી નિરંજની ઘનશ્યામદાસબાપુનો આજે જન્મદિન છે. તેમનો જન્મ ૧૯૬૨ના વર્ષની રર ફેબ્રુઆરીએ થયેલ. આજે ૫૮માં વર્ષમાં મંગલ પ્રવેશ થતા શુભકામના વર્ષાથી ભીંજાઇ રહયા છે.

મૂળ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના સૂર્યપ્રતાપગઢ ગામના વતની શ્રી ઘનશ્યામદાસબાપુ રામાયણ, શ્રીમદ્દ ભાગવત વગેરેના પ્રખરવકતા છે. સંગીતની સાથે મધુર કંઠને હદયથી કાઢી શ્રોતાઓના હદય સુધી પહોંચાડી શકે છે. મૂળ કથા ઉપરાંત વ્યાસપીઠ પરથી સામાજિક જાગૃતિના વિષયોને ચોટદાર ઉદાહરણો સાથે આવરી લઇને લોકશિક્ષણનું મહત્વનું કાર્ય કરી રહયા છે.

મો. ૯૮૨૫૫ ૬૪૬૯૩ રાજકોટ

(10:18 am IST)