Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ગોંડલના દેરડી (કુંભાજી)ના પ્રેસ પ્રતિનિધિ જનકભાઇ શુકલનો જન્મદિન

દેરડી (કુંભાજી), તા.ર૧: દેરડી (કુંભાજી)ના રહીશ જનકભાઇ શુકલનો ર૧ ફેબ્રુઆરીના રોજ જન્મેલા વ્યવસાયે સમાચાર પત્રોના વિતરક અને વૃતાંત નિવેદક જેઓ આ વિસ્તારના છેલ્લા બે દાયકાથી લોક પ્રશ્નો અને ગ્રામ વિસ્તારના સહપ્રવૃતિના વખતોવખતના સમાચાર વિગતબધ્ધ અવાર નવાર વર્તમાન પત્રોમાં મોકલી ગ્રામ પ્રવૃતિઓને પ્રકાશમાં લાવતા રહે છે.

સામાજીક, ધાર્મિક, આરોગ્ય વિષયક કે શૈક્ષણીક પ્રવૃતિઓ દેરડી કે આજુબાજુના ગામમાં થતી હોય ત્યારે તેઓ અવશ્ય હાજર રહી સમાચારોનું તટસ્થ સંકલન કરે છે. તેમજ સ્થાનીક સેવાકીય ક્રાંતી યુવક મંડળમાં તેમણે સ્થાપના કાળથી બે દાયકા સુધી મંત્રી તરીકેનો હોદો સંભાળી અને રાત-દિવસ જોયા વિના સેવાકીય પ્રવૃતિઓમાં પોતે તેની માનવસેવા પણ આપી છે. મો.નં. ૯૮ર૪૪ ૪૯૦૬૪.(૪.૨)

(11:47 am IST)