Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

એડવોકેટ દિપક એમ. લાડવાનો જન્મ દિવસ : ૩૯ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૧૯ : સોરઠીયા પ્રજાપતિ સમાજના તરવરીયા યુવા વકીલ દિપકભાઇ એમ. લાડવાનો આજે જન્મ દિવસ છે. રેવન્યુ ક્ષેત્રના દિગ્ગજ એડવોકેટ કેતનભાઇ મંડ સાથે વકીલાત કરતા દિપકભાઇ વ્યવસાયે માધવ ડેવલપર્સ સાથે સંકળાયેલા છે. સોરઠીયા પ્રજાપતિ યવક મંડળના કારોબારી સભ્ય છે. પ્રજાપતિ રાજકીય જાગૃતિ અભિયાનમાં રાજકોટ જિલ્લા સંયોજક તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. યશસ્વી જીવનના ૩૯ માં વર્ષમાં પ્રવેશી રહેલ દિપકભાઇ એમ. લાડવા (મો.૯૪૨૬૯ ૬૦૨૧૧) ને ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. (૧૬.૧)

(11:26 am IST)