Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

જબ ઇરાદા બના લીયા ઉંચી ઉડાન કા, ફીર દેખના ફીજુલ હૈ કદ આસમાન કા,

‘સુપર' સે ઉપર ધનસુખ ભંડેરી, છપ્‍પનમાં વર્ષની કેડી કંડારી...

રાજકોટ તા. ર૩ : એક વખત કપ રકાબી વચ્‍ચે વાતચીત ચાલતી હતી. કપે રકાબીને ચીડવતા કહ્યું ‘‘જો તું કેવી નીચી છે, હું ઉંચો રૂઆબદાર છુ,''

રકાબી હસતા-હસતા કહેવા લાગી ‘તૂં બધાને ગરમ રાખે છે, હું બધાને ઠંડા પાડુ છું. લોકો તને કાન પકડીને ઉંચો કરે છે, મને પાંચેય આંગળીઓથી સાચવીને ઉંચકે છે.'

રકાબીના ટોણાનો કપ પાસે પ્રત્‍યુત્તર હતો નહિ, આ વાત કાલ્‍પનિક છે પણ ધનસુખ ભંડેરીની જીવનશૈલી જોઇએ ત્‍યારે યાદ આવે છે. તેમણે કપ જેવી નહિ પણ રકાબી જેવી વૃતિ રાખી છે. ચા કરતા ગરમ ‘કીટલા'ને જોતા-જોતા આજે પોતાના ચા જેવા તાજગીસભર જીવનના પ૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

મૂળ અમરેલી જિલ્લાના વતની ગુજરાત મ્‍યુનિસિપલ ફાઇનાન્‍સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખ ભંડેરી (જન્‍મ-૧૯૬૩) ભૂતકાળમાં શહેર ભાજપના પ્રમુખ સ્‍ટેન્‍ડિંગ કમીટીના ચેરમેન, રાજકોટના મેયર વગેરે પદ પર રહી ચૂકયા છે. જુદા જુદા જિલ્લાઓમાં પાર્ટીના પ્રભારી તરીકે અને પ્રસંગોપાત નિરીક્ષક તરીકે શ્રેષ્‍ઠ કામગીરી કરી છે. માસ્‍તર સબંધોનો કક્કો અને સંપર્કોની બારાખડી જાણે છે. એટલે જ નેતાગીરીની ગૂડબૂકના વાકયો બની શકયા છે. વારંવાર ‘ટીકીટબારી' સુધી પહોંચ્‍યા પછી ટીકીટ મેળવવાની નિષ્‍ફળતાએ તેમને હવે ‘ઓન લાઇન' ટીકીટ મેળવવાના પ્રયત્‍નો કરવાની પ્રેરણા આપી છે. રાજકારણના ખેલાડીઓ અત્‍યારના રાજકારણમાં લાઇન અને ઓનલાઇન વચ્‍ચેનો તફાવત જાણે છે. સામેવાળા કરતા સાથેવાળાથી સજાગ રહેવું તે વર્તમાન રાજકારણની તાસીર છે.

શિસ્‍ત, સેવા અને સહકાર ધનસુખ ભંડેરીના જીવનમાં વણાઇ ગયા છે તેઓ કર્મ કરતા રહેવામાં માને છે ફળ આપવાનું કામ ‘ઉપરવાળા'નું છે.

કર્મ કરો તો ફલ મિલતા હૈ, આજ નહિ તો કલ મિલતા હૈ,

જીતના અધિક ગહરા કુઆ (કુવો) હો, ઉતના મીઠા જલ મિલતા હૈ,

મો.૯૯૦૯૦ ૩૧૩૧૧ રાજકોટ 

 

(11:39 am IST)