Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

વિકલાંગતાને વિરાટતામાં બદલી દેનાર જય છનિયારાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૨ : પોતાની પીડાને કોરાણે મુકીને સમગ્ર વિશ્વમાં હાસ્ય પીરસનાર ભારતના સૌથી નાની વયના વિકલાંગ હાસ્ય કલાકાર જય છનીયારાનો આજે જન્મદિન છે. શરીરે વિકલાંગ પણ મનોબળે શકિતમાન એવો જય હાસ્યકલા ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં રાજકોટનો ડંકો વગાડી ચુકયો છે. જયની અડધી ઉંમર હોસ્પિટલોમાં ગઇ છે. છતાં પણ એ વિશ્વની શ્રેષ્ઠ દવા વહેંચે છે. એ છે હાસ્ય! વ્હીલચેર પર નાનકડા સ્ટેજ શો થી કારકીર્દીની શરૂઆત કરી અત્યાર સુધી નાના મોટા ૧૬૦૦ હાસ્ય કાર્યક્રમ અને લગભગ ૩૦૦ જેટલા પ્રસિધ્ધ એવોર્ડ મેળવનાર જયે દુનિયાના સૌથી નાના વિકલાંગ હાસ્ય કલાકાર તરીકે એશીયાબુક અને લિમ્કાબુક જેવા સાત સાત વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા છે. મસ્કત, આફ્રીકા, લંડન સહીતના દેશોમાં પણ કાર્યક્રમ આપી ચુકયો છે. આજે જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે. (૧૬.૧)

(11:41 am IST)