Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોંકીયાનો જન્મદિવસ

ભેસાણ, તા. ર૦ : જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન નટુભાઇ રાજાભાઇ પોંકીયાનો આજે જન્મદિવસ છે. તા. ર૦-૧૦-૧૯પપના રોજ જન્મેલા નટુભાઇ પોંકીયા પોતાની જીવન નૈયાના ૬૩ વર્ષ પૂર્ણ કરી ચૂકયા છે. તેઓ આજથી ૬૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચૂકયા છે.

તેઓ સામાજીક, રાજકીય રીતે સમાજને ખૂબ સેવા આપતા રહે છે. તેઓ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે, જિલ્લા કમાન્ડર, તાલુકા કમાન્ડર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના ઉપપ્રમુખ તરીકે રહી ચૂકયા છે. તેઓના મો.નં. ૯૪ર૭ર ર૯૪૦૯ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:44 am IST)