Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી જીતેન્દ્ર દેગામાનો જન્મદિવસ

 રાજકોટ, તા.૧૪: શાંત અને સરળ સ્વભાવ ધરાવતા અને કાયદા પ્રત્યે રસ ધરાવતા મુળ ધોરાજીમાં જન્મેલા હાલ રાજકોટ સ્થિત થયેલા યુવાન ધારાશાસ્ત્રી જીતેન્દ્ર બી. દેગામાનો ૧૪મીએ ૩૩ વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે. જીતેન્દ્રભાઇ ના પિતા ભગવાનજીભાઇ જી. દેગામા રાજકોટ પોલીસ હેડ કવાર્ટસમાં ASI તરીકે તેમજ તેમના નાનાભાઇ કિશનભાઇ બી. દેગામા  જામનગર મરીન પોલીસ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

જીતેન્દ્ર બી. દેગામાએ બી.કોમ., એલ.એલ.બીની ડીગ્રી મેળવ્યા બાદ કોળી સમાજના આગેવાન તેમજ ગુરૂ એવા ભાઇ હરેશભાઇ પરસોંડા તથા સ્વ. શૈલેષભાઇ  પરસોંડા એડવોકેટસ સાથે રેવન્યુ, કામીનલ, તેમજ ઇનકમટેક્ષ, જી.એસ.ટી પ્રેકટીસ કરી હાલ તેઓ પોતાની ઓફીસ પુષ્કરધામ  કેમ્પ. જકાતનાકા જામનગર રોડ રાજકોટ  ખાતે પ્રેકટીસ કરી રહ્યા છે તો જીતેન્દ્ર બી. દેગામાને તેના જન્મ દિવસે મિત્રો, વડીલો, જ્ઞાતીજનો, સગા સંબંધી તરફથી તેઓના મો. ૯૯૧૩૧૩૩૯૪૩ પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(3:28 pm IST)