Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટના મંત્રી કે.ડી.કારિઆનો કાલે જન્મદિવસ

રાજકોટઃ જાણીતા રઘુવંશી અગ્રણી સમાજ સેવક અને શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટના મંત્રી કે.ડી.કારિઆનો કાલે તા.૧૫મી ઓગષ્ટે જન્મદિવસ છે. તેઓ જીવનના ૬૯ વર્ષ પૂર્ણ કરી ૭૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ નાનપણથી જ તેમના પિતાશ્રી સ્વ.ધનજીભાઈ કારિઆની પ્રેરણાથી શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટના માધ્યમથી દરિદ્ર નારાયણની સેવા કરી રહ્યા છે. તેઓ લોહાણા યુવક પ્રગતિ મંડળમાં મંત્રી તરીકે શહેર લોહાણા કર્મચારી મંડળમાં ઉપપ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપી ચુકયા છે. તેમના જન્મદિવસને અનુલક્ષીને ડો.બ્રિજેશભાઈ સોની દ્વારા ટ્રસ્ટને ઓર્થોપેડિક બેડ તેમજ કે.ડી. કારિઆ પરિવાર દ્વારા ૪ નંગ વાઈબ્રેટર તથા અન્ય સાધનોનો કીટ આપવામાં આવેલ છે. તેમજ તા.૨૬ના રોજ ગરીબો માટે વિશિષ્ટ અનાજ વિતરણનો કાર્યક્રમ દાતાઓ દિલીપભાઈ સોમૈયા, દિનેશભાઈ પારી, ઘોઘુભા બાપુ, ગુજરાત પ્રેસ કાઉન્સીલના પ્રમુખ સુરેશભાઈ પરમાર, નિશાબેન પંડ્યા તેમજ જે.ડી.ઉપાધ્યાય, રઘુવીરપરા યુવા ગ્રુપ વિગેરેના સહયોગથી રાખવામાં આવેલ છે. કે.ડી.કારિઆના જન્મદિવસ નિમિતે તેમના મો.૯૪૨૬૮ ૪૫૫૫૭/ ૯૮૨૫૫ ૫૨૭૧૦ ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.

(3:15 pm IST)