Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ડો.વલ્લભભાઈ કથીરીયાના ધર્મપત્નિ કાંતાબેનનો જન્મદિન

રાજકોટ : શ્રીમતી કાન્તાબેન વલ્લભભાઈ કથીરીયાનો આજે જન્મદિન છે. તેઓએ બીએસસી (માઈક્રો બાયોલોજી)નો અભ્યાસ કરેલ છે. શ્રેયસ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ધરાવે છે. તેઓ પ્રમુખ લાયોનેસ કલબ રાજકોટ મીડટાઉન, મંત્રી લાયોનેસ કલબ રાજકોટ મીડટાઉન, પ્રમુખ લાયન્સ કલબ રાજકોટ આજી, ચેરમેન ઝોન ચેરમેન - રીજીયન ચેરમેન - ડેપ્યુટી ટ્રેઝરર, લાયન્સ કલબ ઈન્ટરનેશનલ ડીસ્ટ્રીક - ૩૨૩ જે સદસ્ય, શ્રી સરદાર પટેલ મહિલા સેવા સમિતિ, કારોબારી સદસ્ય, સહકાર ભારતી, સભ્ય. મહાનગર પાલિકા શિક્ષણ સમિતિ, રાજકોટ - ૧૯૮૭૯૨, પ્રમુખ શ્રી સેવિકા મહિલા ઉત્પાદક સહકારી મંડળી, રાજકોટ, રાષ્ટ્ર સેવિકા સમિતિ, ભમાગ કાર્યવાહીકા- રાજકોટ, સદસ્ય, સરગમ કલબ એડવાઈઝરી કમીટી, રાજકોટ, ટ્રસ્ટી વસુંધરા મહિલા સમન્વય રાજકોટ વિભાગ સહિતની સંસ્થાઓમાં સક્રિય સેવા આપી રહ્યા છે. પરીવારમાં પુત્રી ડો.નિષ્ઠા (એમ.ડી.એસ., એન્ડો સર્જરી, ડેન્ટલ સર્જન, અમદાવાદ), પુત્ર ડો. આત્મન (એમ. ડી. રેડીયો ડાયગ્નોસીસ), રાજકોટ, પુત્રવધુ ડો. ઘટના (એમ.ડી. પેથોલોજી) રાજકોટ અને પૌત્રી ધ્યાના છે. તેઓના જન્મદિને મો.૯૮૨૫૦ ૫૯૪૨૭) ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.(૩૭.૩)

(1:21 pm IST)