Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ગોપાલ સ્ટુડીયોવાળા ધીરૂભાઇ અને રેખાબેન ઠકરારનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૧૪ : મુળ જામજોધપુરના તરસાઇના વતની અને રાજકોટને કર્મભૂમી બનાવનાર પૂર્વ અખબારી એજન્ટ એવા ફોટો જર્નાલીસ્ટ ગોપાલ સ્ટુડીયો (ગાંધીગ્રામવાળા) શ્રી ધીરૂભાઇ ઠકરાર (મો.૯૪૨૮૦ ૫૯૬૫૦) નો આજે જન્મ દિવસ છે. જોગાનુજોગ તેમના ધર્મપત્ની શ્રીમતી રેખાબેન ઠકરારનો પણ સાથો સાથ આજે જ જન્મ દિવસ છે. ધીરૂભાઇએ સફળ જીવનના ૬૬ માં વર્ષમાં અને રેખાબેને ૬૧ માં પ્રવેશ કરતા પુત્ર પુત્રવધુ, પૌત્ર તેમજ સગાસંબંધીઓએ શુભેચ્છાવર્ષા કરી છે.

(11:55 am IST)